GSTV

GOOD NEWS: દુનિયાની સૌથી મોટી કંપનીમાં નોકરી કરવાનો અવસર, એટલો પગાર છે કે તમે તમારી નોકરી છોડી દેશો

દુનિયાની સૌથી મોટી ઈ-કોર્મસ કંપની અમેઝોન એક લાખ લોકોની નોકરી આપવા જઈ રહી છે. અમેઝોને સોમવારના રોજ કહ્યુ હતું કે, તેઓ ઓનલાઈન ઓર્ડરની વધતી માગની સાથે સાથે અન્ય 100,000 લોકોની કામ પર રાખશે. અમેઝોને કહ્યુ હતું કે, નવા હાયરિંગ પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ ભૂમિકામાં કામ કરતા ઓર્ડર પેકીંગ, શિપિંગ અને સોર્ટ કરવામાં મદદ કરશે. આ નોકરી હોલિડે હાયરિંગ સંબંધિત નથી. આપને જણાવી દઈએ કે, કંપનીએ પહેલા જ આ વર્ષની શરૂઆતમાં 175,000 લોકોને નોકરી આપી છે.

એક લાખ લોકોની કરશે ભરતી

અમેઝોને વધુમાં કહ્યુ હતું કે, તેને 100 નવા વેરહાઉસમાં પેકેઝ સોર્ટિંગ સેટર્સ અને અન્ય સુવિધામાં લોકોની જરૂર છે. અમેઝોનના વેરહાઉસની દેખરેખ કરવાવાળા એલિસિયા બોલર ડેવિસે કહ્યુ હતું કે, કંપની અમુક શહેરોમાં 1,000 ડૉલરના સાઈન ઓન બોનસની રજૂઆત કરશે. જ્યાં ડેટ્રાયટ, ન્યૂયોર્ક, ફિલાડેલ્ફિયા અને લુઈસવિલે, કેંટકીમાં શ્રમિકાને શોધવામાં મુશ્કેલી આવી શકે છે. આ માટે કલાકના 1100 રૂપિયા આપે છે.

અગાઉ કહ્યુ હતું કે, 33,000 લોકોની છે જરૂર

અમેઝોને ગત અઠવાડીયે જ કહ્યુ હતું કે, તેને કોર્પોરેટ અને ટેકનિક નોકરીયુ ભરવા માટે 33,000 લોકોની જરૂર છે. તેણે એપ્રિલ અને જૂનની વચ્ચે રેકોર્ડ તોડ ફાયદો થયો છે અને કમાણી પણ વધી છે. કારણ કે, મહામારીના સમયમાં લોકોએ કરિયાણાનો ખૂબ સામાન ઓનલાઈન મગાવ્યો છે.

આ કારણે જરૂર પડી કર્મચારીઓની

હકીકતમાં જોઈએ તો, વેરહાઉસમાં વસ્તુઓ જેમ તેમ પડી છે. હોલિડે શોપિંગની ભીડને જોતા અમેઝોન પ્લાન બનાવી રહી છે જે તેના માટે અગાઉથી તૈયારી કરી રહ્યુ છે. સૌથી વધુ વ્યસ્ત શોપિંગ ડે, પ્રાઈમ ડે જૂલાઈથી અટક્યા બાદ આ વર્ષે શરૂ થશે. કંપનીએ પહેલાથી જ ઓર્ડરમાં ઘસારો જોતાં 1,00,000 લોકોને નોકરીએ રાખવાનું વિચાર્યુ છે.

READ ALSO

Related posts

મગફળી/ જૂનાગઢ જિલ્લામાં 52 હજાર ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું, નવ ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી

pratik shah

દશેરાએ રાવણના નહીં પણ મોદી અને દેશના અબજોપતિઓના પૂતાળાઓનું પંજાબમાં થયું દહન, ભાજપે રાહુલનો પ્રોપેગેન્ડા ગણાવ્યો

Mansi Patel

શું કોરોનાને કારણે જ ઘટી રહી છે આ બીમારી? વિશ્વમાં દર વર્ષે તેનાથી થાય છે લાખો મોત

Karan
Do NOT follow this link or you will be banned from the site!