GSTV
Home » News » The Great Indian Festival : એમેઝોનના સેલમાં મળી રહી છે શાનદાર ઓફર્સ!

The Great Indian Festival : એમેઝોનના સેલમાં મળી રહી છે શાનદાર ઓફર્સ!

ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોને ગત વર્ષની જેમ આ આ વર્ષે પણ 4 દિવસ માટે ગ્રેટ ઇન્ડિયન સેલની શરૂઆત કરી છે. આ સેલમાં ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન સેગ્મેન્ટમાં છુટ આપવામાં આવી રહી છે. તેના સિવાય બીજા સેગ્મેન્ટ જેમકે હોમ એપ્લાઇન્સ અને ગારમેન્ટ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

પ્રોડક્સ પર ડિસ્કાઉન્ટ સિવાય એમેઝોન પર શોપિંગ કરવા પર કસ્ટમર્સને કેશબેક પણ મળશે. એચડીએફસી ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા પર 10 ટકા સુધીનું કેશબેક મળી રહ્યું છે. જો એમેઝોન પે વોલેટ પરથી ખરીદી કરવામાં આવે તો તેમાં 500 રૂપિયા સુધીની છુટ મળશે. જો કે કેશબેકની પણ મર્યાદા છે અને મેક્સિમમ 4,500 રૂપિયાનું કેશબેક મળશે.

સેલ દરમિયાન એમેઝોન એક મહત્વની ઓફર પણ આપી રહ્યું છે. જે હેઠળ નો કોસ્ટ EMI સાથે આવતા વર્ષે પેમેન્ટ કરવાનું ઓપ્શન પણ મળશે. એટલે કે જો તમે આજે EMI દ્વારા કોઇ પ્રોડક્ટ ખરીદો છો તો તેને ત્રણ મહિના બાદ કે આવતા વર્ષે જાન્યુઆરીમાં EMI આપી શકો છો.

એમેઝોન અનુસાર ત્રણ મહિના સુધી તેના માટે તમારે એક્સ્ટ્રા પૈસા ચુકવવા પડશે નહીં. જો કે આ ઓફર માત્ર એચડીએફસીના ક્રેડિટ કાર્ડ પર મળશે.

આ સિવાય એમેઝોનના વોલેટમાં પૈસા લોડ કર્યા બાદ ખરીદી કરવા પર તમને 500 રૂપિયા સુધીનું કેશબેક મળશે. નો કોસ્ટલ EMIનો અર્થ એ છે કે તમારેલ માત્ર પ્રોડક્ટ માટે તેટલા પૈસા ચુકવવા પડશે જેટલામાં તમે તે પ્રોટક્ટ ખરીદી હોય.

જો તમે એમેઝોનશી શોપિંગ કરી રહ્યા હોય તો સેલ દરમિયાન એક્સચેન્ઝ ઓફર પણ મળશે. આ ઓફર અનુસાર પ્રોડક્ટ્સમાં ઇન્ટરેસ્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. તેના માટે એમેઝોનથી પિકઅપ રિક્વેસ્ટ આવશે જે બાદ કસ્ટમર્સે જૂની પ્રોડક્ટ આપવી પડશે.

હવે વાત કરવામા આવે ટોપ ડીલ્સની તો એમેઝોન પર Xiaomiના સ્માર્ટફોન્સ પર ભારે છુટ આપવામાં આવી રહી છે. Xiaomiની બીજી પ્રોડક્ટ્સ જેમકે પાવરબેંક અને એયર પ્યૂરિફાયર પર પણ ભારે છુટ આપવામાં આવી રહી છે. ફ્લિપકાર્ટની જેમ અહીં પણ એપલની પ્રોડક્ટ્સ પર છુટ મળી રહી છે જેમાં MacBook Air, iPhone 7, સામેલ છે.

Related posts

દેશમાં લોકસભાની સાથે સાથે આ ચાર રાજ્યોમાં વિધાનસભા ચુંટણીની મતગણતરી ચાલુ

Mansi Patel

શું હોય છે પોસ્ટલ બેલેટ પેપર, કેમ થાય છે સૌથી પહેલાં તેની ગણતરી?

Mansi Patel

જીત પહેલા ભાજપે બનાવડાવી આટલા કીલોની લડ્ડુ કેક જાણો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!