ઓનલાઈન ઉત્પાદ વેચનારી ઈ-કોમર્સ કંપની અમેજન (Amazon)એ યુવાઓને નોકરી માટે કુશળ બનાવવાનો બીડો ઉઠાવ્યો છે. Amazon યુવાઓને કમાણી માટે તૈયાર કરવાની સાથે જ તેમણે નોકરી (Jobs) અપાવવામાં પણ મદદ કરશે.
શરૂ થયો કૌશલ વિકાસ કાર્યક્રમ
ઈ-કોમર્સ કંપની અમેજોન ઈન્ડિયા (Amazon India)એ હાલમાં જ એક સ્કિલ ડેવલપમેંન્ટ પ્રોગ્રામ (Skill Development Program) શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ થકી કંપની યુવાઓ માટે નોકરીની નવી તક લાવી રહી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય 1000 યુવાઓને જોડવા અને તેમને કાબિલ બનાવવાનો છે. આ પ્રોગ્રામમાં 6 મહીના માટે યુવાઓને વેયરહાઉસિંગ અને ઈન્વેંટરી મેનેજમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવશે. જેનાથી તે વેયરહાઉસ એસોસિએટ્સ અને પ્રોસેસ એસોસિએટ્સની ભૂમિકા ભજવવામાં સક્ષમ હશે.
મૂલ્યાંકનનુ કામ કરવામાં આવશે
Amazon આ પ્રોગ્રામની ટ્રેનિંગ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદના સેન્ટરોમાં હશે. જ્યા ક્લાસરૂમથી લઈને ઓન-દ-જોબ લર્નિંગ અને મૂલ્યાંકનનુ કામ કરવામાં આવશે. જેમાં યુવાઓનુ સિલેક્શન ઘણા સોર્સથી કરવામાં આવશે, જેમાં NSDC-એક્રેડેટેડ ટ્રેનિંગ સેન્ટર્સ (DDU-GKY સેંટર્સ) અને NSDC સ્કિલિંગ ડેટાબેસ સામેલ છે.
વાનોને મંથલી સ્ટારઈપેંડ પણ આપશે
કંપની આ પ્રોગ્રામ હેઠળ ભાગ લેનાર યુવાનોને મંથલી સ્ટારઈપેંડ પણ આપશે. સાથે જ આ ટ્રેનિંગ પ્રોગ્રામના અંતમાં આ યુવાનોનુ મૂલ્યાંકન લોજિસ્ટિક સેક્ટર કાઉંસિલ કરશે અને મૂલ્યાંકન થયા બાદ તેમને સર્ટિફિકેટ પણ મળશે. યુવાનોને આ સીઝનલ અથવા ફુલ ટાઈમ જોબ જેવી તક પણ મળશે.
READ ALSO
- અમદાવાદ/ મણિનગરના લક્ષ્મી ભવન બંગલામાં જુગાર રમતી આઠ મહિલાઓ ઝડપાઈ, પોલીસે દરોડા પાડી 72 હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત
- સિંધિયાની સમાંતર સરકાર સામે મોદીને ફરિયાદ, બેઠક કરી અધિકારીઓને આપે છે સીધા આદેશ
- ખુલાસો/ મહામારી બાદ પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ કરશે વર્ક ફ્રોમ હોમ
- દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના: પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દફનાવી દીધી, ઉપર ચણી કાઢ્યું મકાન
- વેલેન્ટાઇન ડે પહેલાં કૉલેજની દરેક યુવતીએ બૉયફ્રેન્ડ શોધી લેવો : નહીંતર કૉલેજમાં નહી મળે પ્રવેશ, વાયરલ થયો કોલેજનો લેટર