નવી FDI પૉલિસીની અસર, એમેઝોને કરી આ કાર્યવાહી

Amazon

હવે એમેઝોન પર ગ્લોબલ સ્ટોર પરથી સીધા અમેરીકાથી કોઈ પણ સામાનની ખરીદી મુશ્કેલી થઈ ગઈ છે. આવુ એફડીઆઈના નવા નિયમના કારણે થયું છે, આ નિયમ ગયા મહિને લાગુ કરવામાં આવ્યાં છે. ગ્લોબલ સ્ટોરને 2016માં લૉન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એફડીઆઈના નવા નિયમના કારણે તેનું અસ્તિત્વ સંકટમાં છે. આ પ્લેટફોર્મ પર તૈયાર સામાનોમાં ખૂબ ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

એમેઝોન એક્સપોર્ટ્સ સેલ્સ એલએલસી આ ગ્લોબલ સ્ટોરનું સંચાલન કરે છે. જેના પર ફેબ્રુઆરી પહેલા ઓછામાં ઓછા 60 લાખ પ્રોડક્ટ્સ હતાં, પરંતુ ગયા મહિને લાગુ કરવામાં આવેલા નિયમના કારણે ફેબ્રુઆરીમાં તેની સંખ્યા ફક્ત 6000 થઇ ગઇ છે. ઑનલાઈન માર્કેટપ્લસ ડેટાની માહિતી રાખતા માર્કેટપ્લેસ પ્લસે આ માહિતી આપી છે.

આ મામલાની જાણકારી રાખનાર એક સૂત્રએ જણાવ્યું, ‘કંપની તરફથી જલ્દબાજી ભારતના બિઝનેસને બચાવવાની હતી. છેલ્લા કેટલાંક અઠવાડિયામાં ગ્લોબલ સ્ટોર એક પદ્ધતિથી અસ્તિત્વમાં નથી.’ એફડીઆઈના નવા નિયમ કોઈ માર્કેટપ્લસના ઈક્વિટી ઈન્ટરેસ્ટ રાખનાર સેલરને એવા પ્લેટફોર્મ પર સામાનના વેચાણથી રોકે છે. જેના કારણે ગયા મહિને એમેઝોનને પોતાની સેલર ફર્મ્સ ક્લાઉડટેલ અને અપ્પારિયોમાં સ્ટેક ઓછું કરવુ પડ્યુ હતું.

ચીન અને મેક્સિકો બાદ એમેઝોન દ્વારા અમેરીકાથી સીધો સામાન ખરીદવાની સુવિધાવાળો ભારત ત્રીજો દેશ છે. ગયા વર્ષમાં ભારતીય ગ્રાહકોએ અમેરીકામાં ચાલતા ‘બ્લેક ફ્રાઈડે’ સહિત અન્ય સેલ્સ પર જોરદાર ખરીદી કરી હતી. જેના માટે એક અલગ પેજ એમેઝોને ભારતીય ગ્રાહકો માટે બનાવ્યુ હતું, ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર હવે આ પેજ મોજુદ નથી.

જોકે, એમેઝોનની અમેરિકન સાઈટ પરથી સામાન હજી પણ ખરીદી શકાય છે, પરંતુ તેના માટે પેમેન્ટની પદ્ધતિ સહિત અન્ય કેટલાંક પ્રતિબંધો છે. ગ્લોબલ સ્ટોરે ભારતીય ખરીદદારોને સ્થાનિક કરન્સીમાં શૉપિંગ કરવાનું ઑપ્શન આપ્યું હતું. નવી એફડીઆઈ પૉલિસીનો વધુ એક નિયમ એમેઝોન જેવી કંપનીઓ માટે મુશ્કેલી ઉભી કરનારો છે, જે મુજબ દરેક સેલરને ભારતમાં રજીસ્ટર કરવી જરૂરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter