GSTV

ઓગષ્ટમાં આ તારીખથી શરૂ થઈ રહ્યો છે Amazon Prime Day સેલ, આ વાતોનું રાખશો ધ્યાન તો ઉઠાવી શકશો ફાયદો

કોરોના વાયરસના ચેપને કારણે લોકોને ઓનલાઇન ખરીદીમાં થોડા અઠવાડિયા સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મની સેવાઓ સામાન્ય રીતે કાર્યરત થઈ ગઈ છે. આ જ કારણ છે કે, આ કંપનીઓ દર વર્ષની જેમ ફરી એકવાર વિશેષ વેચાણ માટે તૈયાર છે. ભારતમાં આ ક્ષેત્રની સૌથી મોટી કંપનીઓમાંની એક Amazon એ પોતાના સેલની જાહેરાત કરી છે, જે એક અઠવાડિયા સુધી ચાલશે.

તો કેટલીક વાતોનું ધ્યાન રાખવુ પડશે

Amazon પ્રાઈમ ડે સેલ 6 ઓગષ્ટથી શરૂ થઈને 12 ઓગષ્ટ સુધી ચાલશે. આ દરમિયાન આ પ્લેટફોર્મ પર વધારે પડતા પ્રોડક્ટ પર ભારે છૂટ મળશે. જ્યારે કે, નવા પ્રોડક્ટ માત્ર કેટલાક સમય સુધી ઓછી કિંમતો પર મળશે. એવામાં જમે પણ આ સેલની ખરીદારી માટે સારી રીતે વપરાશ કરવા માગો છો, તો કેટલીક વાતોનું ધ્યાન રાખવુ પડશે.

Amazon App અને Prime મેમ્બરશિપ

સૌથી અગત્યની બાબત એ છે કે, આ માટે તમારી પાસે Amazonની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તેનાથી તમને કોઈપણ સમયે તમારી પસંદગીના પ્રોડક્ટ્સને શોધવામાં સરળતા મળશે અને ઘણી વખત એપ્લિકેશનમાંથી ખરીદી કરો તો વધુ સારી ડીલ મળશે. તેની સાથે જો સંભવ હોય તો, તમે પ્રાઇમ મેમ્બરશીપ પણ લો, જે 999 રૂપિયા આપીને એક વર્ષ માટે લઈ શકાય છે. તેનો ફાયદો Amazonની અન્ય સેવાઓ, પ્રાઇમ વિડિઓ અને પ્રાઇમ મ્યુઝિકમાં પણ તેનો લાભ લઈ શકો છો. જો તમે ઇચ્છો તો તમે એક મહિના માટે 129 રૂપિયા આપીને આ પ્રાપ્ત કરી શકો છો.

ફ્લેશ સેલ પર નજર

Amazon પ્રાઈમ ડે સેલમાં ઘણી વખત કંપની પોતાના સુપરહિટ પ્રોડક્ટની ફ્લેશ સેલ પણ આયોજિત કરે છે. ઘણી વખત તેમાં માત્ર લિમિટેડ સ્ટોક હોય છે અને ભારે છૂટ રહે છે. એવામાં તેની તરફ ધ્યાન આપો અને તેનો ફાયદો ઉઠાવો.

READ ALSO

Related posts

9000 કરોડના કૌભાંડી વિજય માલ્યા મામલે મોદી સરકારના મોટા ખુલાસા, જાણી લો પ્રત્યાર્પણ માટે શું કરી રહી છે સરકાર?

Karan

હવે Dettolથી પણ તપાસી શકશો pregnancy test, જાણો કેવી રીતે જાણી શકાશે તેનું રિઝલ્ટ

Mansi Patel

હોસ્પિટલના વોર્ડબોયનું કોરોના રસી લીધા બાદ મોત : સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો આ ખુલાસો, પરિવારનો વેક્સિનથી મોતનો આક્ષેપ

Karan
Do NOT follow this link or you will be banned from the site!