GSTV

સ્માર્ટફોન લેવાનો વિચાર હોય તો આનાથી સારી ડીલ નહીં મળે: iPhone પર 10,000નું ડિસ્કાઉન્ટ, કેશબેક અને ઘણું બધું

amazon

Amazon Prime Day સેલ આજ રાતે 12 વાગ્યાથી લાઇવ થશે. 2 દિવસ ચાલનારો આ સેલ રાતે 12 વાગ્યા સુધી ચાલશે. પાછલા કેટલાંક સમયમાં ભારતમાં અનેક સ્માર્ટફોન્સ લોન્ચ થયા છે. જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યાં હોવ તો  તમારી પાસે આ સારી તક છે. આ સેલમાં તમને વનપ્લસ નોર્ડથી લઇને અનેક બ્રાન્ડેડ સ્માર્ટફોન્સ આકર્ષક ડીલ્સમાં મળી જશે. આ ઉપરાંત કેશબેક અને નો કોસ્ટ EMI જેવા ઓપ્શન પણ તમને આ સેલમાં મળશે. અહીં અમે તમને આ સેલમાં સ્માર્ટફોન્સ પર મળતી ધાંસૂ ડીલ્સ વિશે જણાવીશું જેને તમે મિસ નહી કરવા ઇચ્છો.

આઈફોન 11 પર 10,000 રૂપિયા સુધીની છૂટ

iphone

હાલમાં, આ ફોન Amazon પર 68,3૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે, પરંતુ એમેઝોન સેલમાં આ ફોન 10,000 રૂપિયા સુધી સસ્તામાં ખરીદી શકાય છે. આ ફોનની કિંમત XX ,900 રૂપિયાના સેલના ટીઝર પેજ પર દેખાઇ રહી છે. આ કિંમત 59,900 રૂપિયા હોઈ શકે છે. આઇફોન એસઇ પછી આઇફોન 11 લાઇનઅપમાં તે સૌથી સસ્તો ફોન છે. 10,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે તે સારી ડીલ સાબિત થઈ શકે છે.

સેમસંગ ગેલેક્સી s10

આ ફોનને લોંચ થયાને એક વર્ષ થઈ ગયું છે, પરંતુ હાલમાં તે સૌથી ધાંસૂ ફ્લેગશીપ ફોન છે. આ ફોનનો કેમેરા ખૂબ સારો છે. તમે આ ફોન સેલમાં 9 મહિનાની નો કોસ્ટ ઇએમઆઈ પર ખરીદી શકશો.

વનપ્લસ નોર્ડ

આ ફોન કંપનીએ હાલમાં જ પોતાનો સસ્તો ફોન લોન્ચ કર્યો છે. આ ફોન હજી વેચવા માટે ઉપલબ્ધ નથી. કંપનીએ તેને એમેઝોન પ્રાઇમ ડે સેલ દરમિયાન વેચવાનો નિર્ણય લીધો છે. આ ફોન 12GB રેમ અને 256GB સુધી સ્ટોરેજ સાથે આવે છે. મિડ-રેંજ સેગમેન્ટમાં, આ ફોન તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

વનપ્લસ 8 અને વનપ્લસ 8 પ્રો

વનપ્લસ 8 ફોન એમેઝોનના આ સેલમાં 41,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન સાથે 9 મહિનાની નો કોસ્ટ ઇએમઆઈનો વિકલ્પ પણ છે. બીજી બાજુ, જો તમારે આ ફોનનું પ્રો વર્ઝન લેવું છે, તો તમારે 54,999 રૂપિયા ચૂકવવા પડશે. તમે તેને 9 મહિનામાં નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકો છો.

એમઆઈ 10

શાઓમીએ લાંબા સમય બાદ ભારતમાં તેનો ફ્લેગશિપ ફોન લોન્ચ કર્યો છે. આ ફોન સેલમાં 49,999 રૂપિયામાં ખરીદી શકાય છે. વેચાણ દરમિયાન, 4000 રૂપિયાના એક્સચેંજ બોનસ પણ ફોન પર ઉપલબ્ધ છે. ભારતમાં આ ફોનની સીધી સ્પર્ધા વનપ્લસ 8 પ્રો સાથે છે.

ગેલેક્સી M31s

આ ફોન તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં આ ફોનનો સેલ હજી શરૂ થયો નથી. કંપનીએ તેને એમેઝોન પ્રાઇમ ડે સેલમાં લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. આ ફોનના 6 જીબી + 128 જીબી વેરિએન્ટને 19,499 રૂપિયામાં ખરીદી શકાય છે. તે જ સમયે, 8 જીબી + 128 જીબી વેરિએન્ટ માટે, તમારે 21,499 રૂપિયા ખર્ચ કરવા પડશે.

વીવો વી 19 પર 6000 રૂપિયાની છૂટ

આ ફોન તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ધાંસુ કેમેરા વાળો આ ફોન હાલમાં 30,990 રૂપિયામાં ઉપલબ્ધ છે, પરંતુ સેલમાં તમે તેને રૂ .6000 ના ડિસ્કાઉન્ટમાં 24,990 રૂપિયામાં ખરીદી શકશો. આ ફોન પર તમને 2,500 રૂપિયાનું એક્સચેંજ બોનસ પણ મળશે.

Read Also

Related posts

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel

સામાજિક સુરક્ષા કે અસુરક્ષા કાયદો / હવે કાયમી નોકરી ગઈ, કરાર આધારે નોકરીએ રખાશે, એક વર્ષની નોકરી હશે તો પણ ગ્રેચ્યુઈટી અપાશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!