GSTV

નેટફ્લિકસ અને એમઝોન પ્રાઇમ પર જાતીય અને અશ્લીલ વિષય બતાવવા બદલ કોર્ટમાં થઈ PIL

Last Updated on June 26, 2019 by Mayur Vora

નેટફ્લિકસ અને એમઝોન પ્રાઇમ વીડિયો જેવા ઓનલાઈન મીડિયા પેલ્ટફોર્મના સંચાલનના નિયમન માટે દિશા નિર્દેશ નક્કિ કરવાની માગ કરવા માટે દાખલ કરવામાં આવેલી એક જનહિતની અરજી પર દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયાધીશ વીકે રાવની પીઠએ સાફ કહ્યું કે આ અરજી પર નોટિસ જાહેર નથી કરી રહ્યા પરંતુ આ અરજી પર ફક્ત સરકારનો જવાબ માગી રહી છે. 

અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે ઓનલાઈન મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બિન અધિકૃત, જાતીય અને અશ્લીલ સામગ્રી બતાવે છે.

બિન સરકારી સંગઠન જસ્સિટ ફોર રાઈટ્સ ફાઉન્ડેશનદ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કોર્ટે અગામી વર્ષે ફેબ્રુઆરીમાં સુનાવણી માટે સૂચિબદ્ધ કરી દીધું છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો કે સેક્રેડ ગેમ્સ,ગેમ ઓફ થ્રોન્સ અને સ્પાર્ટકસ જેવી TV સીરિઝ જે નેટફ્લિકસ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર દેખાડવામાં આવે છે, તેમની સામગ્રી અશ્લીલ, અશુદ્ધ, પોર્નોગ્રાફિક, અનૈતિક અને ઝેરી છે જેમા વારંવાર મહિલાઓને દેહિક ચિત્રણ કરવામાં આવે છે.

Related posts

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel

પાકિસ્તાનના હિંદુ દંપતિએ પોતાના બાળકનું એવું નામ રાખ્યું કે ચારે બાજુ થવા લાગી જોરશોરથી ચર્ચા, કહાની જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt

એક વર્ષ પછી સમેટાશે ખેડૂત આંદોનલ ! બધી માગ સ્વિકારવા કેન્દ્ર તૈયાર, આજે લેવાશે નિર્ણય

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!