GSTV
Gujarat Government Advertisement

ફાયદાની વાત/ આ રીતે ઑનલાઇન બુક કરો LPG ગેસ સિલિન્ડર, પડશે 50 રૂપિયા સસ્તો

lpg

Last Updated on November 2, 2020 by Bansari

LPG Gas Cylinder: હવે તમે ઑનલાઇન સસ્તામાં ગેસ સિલિન્ડર (Gas Cylinder Online Booking)નું બુકિંગ કરી શકો છો. એમેઝન પે (Amazon Pay) ગ્રાહકોને LPG ગેસ સિલિન્ડરના બુકિંગ પર 50 રૂપિયા સુધીની છૂટ આપી રહ્યું છે. ઇન્ડેને આ અંગે ટ્વીટ કરીને ગ્રાહકોને જાણકારી આપી છે. ગ્રાહકોને પહેલી બુકિંગ કરવા પર કેશબેકની સુવિધા મળશે. ચાલો તમને જણાવીએ કે તમે કઇ રીતે સસ્તામાં ગેસ સિલિન્ડર બુકિંગ કરી શકો છો.

સરકાર ઓઇલ કંપની ઇન્ડેન (Indane)એ ટ્વીટમાં લખ્યું કે રાંધણ ગેસ ઉપભોક્તા હવે એમેઝોન પે દ્વારા LPG સિલિન્ડરનુ બુકિંગ કરી શકે છે અને ઇન્ડેન રિફિલ માટે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકે છે.

50 રૂપિયાનું મળશે કેશબેક

lpg

આ સાથે જ કંપનીએ કહ્યું કે એમેઝોન પે દ્વારા પહેલીવાર સિલિન્ડર બુક કરવા અને પેમેન્ટ કરવા પર ગ્રાહકોને 50 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે આ કેશબેક ફક્ત એકવાર માટે છે.

 તેના માટે તમારે એમેઝોન એપના પેમેન્ટ ઓપ્શનમાં જવાનુ છે. તે બાદ તમારા ગેસ સર્વિસ પ્રોવાઇડરને સિલેક્ટ કરો અને અહીં તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા એલપીજી નંબર નાંખો. તમારે એમેઝોન પે દ્વારા પેમેન્ટ કરવાનું છે.

આ રીતે બુક કરો LPG ગેસ સિલિન્ડર

lpg

ઇન્ડેને રાંધણ ગેસ ઉપભોક્તાઓ માટે ગેસ સિલિન્ડર બુકિંગનો નવો નંબર જારી રહ્યો છે. LPG ગ્રાહકોએ તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી ગેસ બુકિંગ કરવા માટે નવો નંબર મોકલવામાં આવ્યો છે. તેના દ્વારા તમે ગેસ રિફિલ માટે સિલિન્ડર બુક કરાવી શકો છો.

ઇન્ડિયન ઑઇલ તરફથી જારી આ નંબરનો ઉપયોગ ઇન્ડેનના દેશભરના ઉપભોક્તા આઇવીઆર અથવા એસએમએસ દ્વારા ગેસ બુકિંગ માટે કરી શકે છે.

ઇન્ડિયન ઑઇલે જણાવ્યું કે પહેલા LPG ગેસ સિલિન્ડર બુકિંગ માટે દેશના અલગ-અલગ સર્કલ માટે અલગ અલગ મોબાઇલ નંબર હતા. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ તમામ સર્કલ માટે એક જ નંબર જારી કર્યો છે. તેનો અર્થ એ છે કે હવે ઇન્ડેન ગેસના દેશભરના ગ્રાહકોને સિલિન્ડર બુક કરાવા માટે 7718955555 પર કોલ કે એસએમએસ કરવાનો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!