GSTV
Home » News » Freeમાં તમારો થઇ જશે 32 હજારનો આ ધાકડ સ્માર્ટફોન, બસ કરવું પડશે આ નાનકડું કામ

Freeમાં તમારો થઇ જશે 32 હજારનો આ ધાકડ સ્માર્ટફોન, બસ કરવું પડશે આ નાનકડું કામ

શું તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો? પરંતુ જો અમે તમને કહીએ કે OnePlus 7 સ્માર્ટફોન ફ્રીમાં મળી રહ્યો છે તો? હકીકતમાં એમેઝોન ઇન્ડિયા એલેક્સા યુઝર્સને ભારતમાં ફ્રીમાં નવો OnePlus 7 જીતવાની તક આપી રહ્યું છે. તમારે ફક્ત એલેક્સા સ્કિલ્સ ડાઉનલોડ કરવાનું છે અને કેટલાંક સવાલના જવાબ આપવાના છે.

OnePlusએ ગુરુવારે 13 જૂને ભારતમાં એમેઝોન એલેક્સા માટે OnePlus 7 સીરીઝને ડેડીકેટેડ સ્કિલ લૉન્ચ કર્યુ. વન પ્લસ એલેક્સા સ્કીલ્સ દ્વારા યુઝર્સ પોતાના OnePlus  ડિવાઇસથી કોઇપણ એમેઝોન સ્માર્ટ સ્પીકર્સથી એક વોઇસ કમેન્ટના સેટ સાથે વાત કરી શકે છે. આ સ્માર્ટ સ્પીકર્સમાં Amazon Echo Plus, Echo Spot, Echo Dot, અને Amazon Echo Show સામેલ છે.

હવે પ્રશ્ન એ છે કે યુઝર્સ વન પ્લસ 7 સ્માર્ટફોન કેવી રીતે જીતી શકશે? તેના માટે તમારે આ સળ સ્ટેપ્સ ફૉલો કરવા પડશે.

-એલેક્સા એપ દ્વારા વન પ્લસ સ્કિલ એનેબલ કરો.

-હવે ‘એલેક્સા,ઓપન વનપ્લસ’ પ્રોમ્પ્ટ સાથે વન પ્લસ સ્કિલ ઓપન કરો.

-આ કર્યા બાદ, એલેક્સા તમને ‘સ્ટાર્ટ ધ ક્વિઝ’ કહેવા માટે પ્રોમ્પ્ટ કરશે.

વન પ્લસ એલેક્સા સ્કિલ એનેબલ કર્યા બાદ એલેક્સા તમને દરરોજ ત્રણ સવાલ પૂછશે. જે પણ એલેક્સા યુઝર્સ 30 જૂન સુધી પૂછવામાં આવેલા સવાલોમાંથી 7 સવાલોના સાચા જવાબ આપશે તેને આકર્ષક ગિફ્ટ્સ આપવામાં આવશે. તેમાં OnePlus 7 સ્માર્ટફોન અને વનપ્લસ 7 સીરીઝ જર્સી પણ સામેલ છે. સાથે જ નવા OnePlus 7 સ્માર્ટફોન માટે એક વર્ષ માટે ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ મળશે. જણાવી દઇએ કે આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત 32,999 રૂપિયા છે.

READ ALSO

Related posts

બોટાદ નગરપાલિકાના છ સભ્યો ભાજપમા જોડાયા, સૌરભ પટેલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા

Mansi Patel

ઝેરી સર્પે વૃદ્ધને માર્યો ડંખ તો ગુસ્સામાં તે વૃદ્ધે સર્પને ચાવી નાખ્યો પછી થયું એવું કે…

Path Shah

The Pianist : તમને જે વસ્તુ દિલથી ગમતી હશે તે તમારી પાછળ પાછળ આવી જ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!