GSTV
Business Trending

હવે ભારતના રસ્તાઓ પર દોડશે ઈ-રિક્ષા, વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિએ વીડિયો શેર કરી આપી માહિતી

વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અમેજોન જલ્દી ભારતમાં પોતાની એક પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહી છે. અમેજોન હવે ભારતીય ગ્રાહકો માટે ઈલેક્ટ્રિક ડિલિવરી રિક્ષા લઈને આવી રહી છે. આ વાતની જાણકારી અમેજોનના CEO જેબ બેજોસે સોમવારે ટ્વીટ કરી આપી હતી. બેજોસે પોતના ટ્વીટમાં કહ્યું હતું કે, તેઓ ભારતમાં ઝીરો કાર્બન ઉત્સર્જન કરનાર રિક્ષાને લોન્ચ કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમેજોન કંપની 7 વર્ષ પહેલા ભારતમાં આવી હતી અને કંપનીએ 5 મિલિયન ડોલરથી પણ વધારે પૈસાનું રોકાણ ભારતમાં કર્યું હતું.

જેફ બેજોસે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, ઈન્ડિયા અમે ઈલેક્ટ્રિક ડિલિવરી રિક્ષાના રૂપમાં એક નવું ઉત્પાદન લઈને આવી રહ્યા છીએ. આ રિક્ષા પૂર્ણ રીતે ઈલેક્ટ્રિક છે અને ઝીરો કાર્બન ઉત્પન્ન કરે છે. પોતના ટ્વીટમાં જેફ બેજોસે ‘Climate Change’હેશ ટેગ પણ લગાવ્યું છે. સાથે જ તેમણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં બેજોસ પોતાના ઘણા સાથી મિત્રો સાથે ઈલેક્ટ્રિક ડિલિવરી રિક્ષા ચલાવતા નજર આવી રહ્યા છે.

બેજોસના ઈ-રિક્ષા ચલાવતા વીડિયોને અત્યાર સુધી લાખો લોકો શેર કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડીયે જેફ બેજોસભારતના પ્રવાસ પર હતા. જે દરમિયાન તેમણે આગામી પાંચ વર્ષમાં કરોડો રૂપીયાના રોકાણની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે ભારતના કરીયાણા સ્ટોર્સના માલિકો સાથે પાર્ટનરશિપની પણ વાત કરી હતી.

બેજોસે ભારતીય ગ્રાહકોને એક ખુલ્લો પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે, ભારતીય લોકોની અસીમ ઉર્જા અને ધૈર્ય તેમને પ્રેરણા આપે છે.

READ ALSO

Related posts

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદના નામે આપી 2-2 હજારની નોટ! બીજેપી અને TMC સામસામે

Vushank Shukla
GSTV