GSTV

Amazon Indiaમાં મિલેટ્રી પરિવારનાં સભ્યોને મળશે નોકરી, DGR અને AWPO સાથે કર્યો કરાર

Last Updated on August 26, 2019 by

ઇ-કોમર્સ ક્ષેત્રની જાણીતી કંપની એમેઝોન ઈન્ડિયાએ સોમવારે દેશના સૈન્ય પરિવારના સભ્યો માટે રોજગાર યોજના શરૂ કરી હતી. એમેઝોન ઈન્ડિયાએ કહ્યું કે તેણે દેશમાં સૈન્ય વેટરન્સ રોજગાર કાર્યક્રમ શરૂ કર્યો છે. આ દેશના કંપનીના ફુલફિલમેન્ટ સેન્ટર્સ, સોર્ટ સેન્ટર્સ અને ડિલિવરી સેન્ટરોમાં લશ્કરી વેટરન્સ અને તેમના જીવનસાથી અથવા પત્નીઓને રોજગારની તકો પૂરી પાડશે.

એમેઝોન ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘કંપની ડાયરેક્ટર જનરલ ઓફ રિસેટલમેન્ટ (ડીજીઆર) અને આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝેશન (એડબ્લ્યુપીઓ) સાથે ભાગીદારી કરી રહી છે. આનાથી દેશભરના લશ્કરી પરિવારોને નોકરીની તકો મળશે.

એમેઝોનનાં વાઇસ પ્રેસિડન્ટ – એશિયા ઓપરેશન્સ અખિલ સક્સેનાએ જણાવ્યું હતું કે વર્ષોથી એમેઝોન ઇન્ડિયાએ કંપનીમાં સૈન્ય લોકોને વિવિધ પદ પર નોકરી આપી છે, પછી ભલે તે પરિવહન હોય કે ગ્રાહકની પરિપૂર્ણતા હોય, સુવિધા વ્યવસ્થાપન

તેમણે કહ્યું કે હાલ અત્યારે બે પાયલોટ યોજના ચાલી રહી છે. અમને ભરોસો છે કે આર્મી પરિવારો માટે મિલિટ્રી વેટેરન્સ એપ્લોયમેન્ટ પ્રોગ્રામનો વિસ્તાર થશે. ભવિષ્યમાં અમે પણ આર્મી, એયરફોર્સ, નેવી અને પોલીસના પરિવારજનોને નોકરીનો અવસર આપવમાં આવશે.

READ ALSO

Related posts

ભારતીય સૈન્યનું ઉરીમાં મોટું ઓપરેશન: 3 આતંકવાદી ઠાર કરાયા, મોટા પ્રમાણમાં મળી આવ્યા શસ્ત્ર સરંજામ

Zainul Ansari

વડોદરા: ડેન્ગ્યું અને ચિકનગુનિયાના રોગે શહેર આખાને ભરડામાં લીધું, હજારોની સંખ્યામાં નોંધાયા કેસો

pratik shah

બોલિવૂડ / કિયારા અડવાણી સાથે લગ્ન કરવા અંગે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કોઈ સ્પષ્ટતા ન કરી, બન્ને જણા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!