GSTV

Amazon ગ્રેટ ઇન્ડિયન સેલ: બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ખરીદો સ્માર્ટફોન અને લેપટૉપ, જો જો તક જતી ના કરતા

એમેઝોન ઇન્ડિયાના ‘ગ્રેટ ઇન્ડિયન સેલ’ ફરીથી આવી ગઇ છે. જેમાં બમ્પર ડિસ્કાઉન્ટ સાથે તમે અનેક પ્રોડક્ટ્સ ખરીદી શકો છો. આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થઇ રહેલી આ સેલ 22 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં સ્માર્ટફોન્સ, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન એન્ડ બ્યૂટી, હોમ એન્ડ કિચન, લૉર્જ અપ્લાયંસીઝ સહિત અનેક પ્રોડક્ટસ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. ગ્રાહક OnePluse 7T, Redmi Note  Pro અને iPhone XR જેવા સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટનો ફાયદો મેળવી શકે છે.

ગ્રેટ ઇન્ડિયન સેલ દરમિયાન ખરીદી કરનારા ગ્રાહકો એસબીઆઇ ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ સાથે 10 ટકાનું વધારાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ગ્રાહક બજાજ ફિનસર્વ ઇએમઆઇ કાર્ડ, એમેઝોન પે, આઇસીઆઇસીઆઇ ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ તથા સિલેક્ટેડ ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને નૉ-કૉસ્ટ ઇએમઆઇ સાથે 12 કરોડથી વધુ પ્રોડક્ટસની ખરીદી કરી શકે છે. આ ઉપરાંત એમેઝોનની ઇકો રેન્જ, ફાયર ટીવી સ્ટિક અને કિંડલ ઇડીડર્સ જેવા એમેઝોન ડિવાઇસીસ પર શાનદાર ડીલ્સ મેળવી શકાય છે.

આ શાનદાર સેલમાં OnePluse 7T અને OnePluse 7T Pro પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહક 7Tને 34,999 રૂપિયામાં અને પ્રો વેરિએન્ટને 51,999 રૂપિયામાં ખરીદી શકે છે. 7T Proની કિંમતમાં એક્સચેન્જ ઑફર અંતર્ગત 2000 રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ પણ સામેલ છે. સેલમાં Redmi Note 8 Pro પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જ Vivo U20ને 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 9,999 રૂપિયામાં ખરીદી શકાશે,

એમેઝોન સેલમાં લેપટૉપ ખરીદવા પર 35,000 રૂપિયા સુધીની છૂટ મળશે. સાથે જ કેમેરા ખરીદવા પર 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સેલમાં તમે 299 રૂપિયાની શરૂઆતની કિંમત પર હેડફોન્સ અને સ્પીકર ખરીદી શકો છો. આ ઉપરાંત ફિટનેસ બેન્ડ અને સ્માર્ટ વૉચ પર 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ગ્રેટ ઇન્ડિયન સેલમાં હોમ એન્ડ કિચન પ્રોડક્ટ્સ પર 80 ટકાની છૂટ મળશે. કિચન એન્ડ ડાઇનિંગ પર 75 ટકાની છૂટ મળશે. સાથે જ ફર્નિચર પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સેલમાં ઇકો, ફાયર ટીવી અને કિંડલ પર 45 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ફાયર ટીવી સ્ટિક પર 1200 રૂપિયા સુધીની છૂટ મળશે.

Read Also

Related posts

સાવધાન! એન્ડ્રોયડ યૂઝર્સ તમારા સ્માર્ટફોનનું ધ્યાન રાખજો, 21 એપ્સને લઈને ચેતવણી થઈ જાહેર

Ankita Trada

અગત્યનું/ તમારુ વોટર આઇડી કાર્ડ ક્યાંક નકલી તો નથી ને? જાણી લો ચેક કરવાની રીત

Bansari

પ્રશાંત ભૂષણના ટ્વિટ પર ફરી વિવાદ, એટોર્ની જનરલ સુધી પહોંચ્યો કેસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!