ગોલ્ડન ચાન્સ:Galaxy Note 8 પર 40 ટકાનું ડિસ્કાઉન્ટ, અન્ય સ્માર્ટફોન્સ પર પણ બમ્પર છૂટ

ફેસ્ટિવ સીઝન શરૂ થતા ઓનલાઇન ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા વિવિધ ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરે છે. દેશની પ્રમુખ ઇ-કોમર્સ કંપનીઓમાંથી એક એમેઝોને થોડા દિવસ પહેલા દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટીવલ સેલ’ની શરૂઆત કરી હતી જે 10મી ઓક્ટોબર 2018થી 15મી ઓક્ટોબર સુધી હતી.

આ ઓફર હેઠળ કંપનીએ ગ્રાહકોને વિવિધ માલ-સામાન પર આકર્ષક ડિકાઉન્ટ ઓફર આપી હતી. સૂત્રો મુજબ ઓફર દરમિયાન ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ જોતા હવે કંપની ઓફરના બીજા તબક્કાની શરૂઆત કરવા જઈ રહી છે. જે 24મી ઓક્ટોબર 2018ના મધ્યરાત્રીથી શરૂ થશે અને 28મી ઓક્ટોબરે સમાપ્ત થશે.

આજ રીતે એમેઝોનની પ્રતિસ્પર્ધી કંપની ફિલ્પકાર્ટે પણ સ્પર્ધા આપવા ‘બીગ બિલિયન ડે’ સેલ તરીકે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી હતી અને સમાન સમયગાળામાં ‘ફેસ્ટિવલ ધમાકા ડે’ ઓફર હેઠળ ગ્રાહકોને વિવિધ પ્રોડક્ટ્સની ખરીદી પર આકર્ષક છૂટ આપી હતી.

જોકે તહેવારી સીઝન દરમિયાન આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે લોકો ખરીદીમાં વધારો કરે છે. તે જોતા સ્માર્ટફોન કંપનીઓ પણ તેમના પ્રોડક્ટની ખરીદ પર ભારે છૂટ આપે છે.

જો કે, તમે સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહ્યાં છો અને અન્ય વધુ ત્રણ કે ચાર દિવસની રાહ જોવી નથી માંગતા તો સ્માર્ટફોન કંપની સેમસંગ તમારી માટે ‘દિવાળી સેલ’ તરીકે સોનેરી તક લઈને આવી છે.આ ઓફર દરમિયાન સેમસંગ કંપની સ્માર્ટફોન, ઘરેલું ઉપકરણો અને અન્ય પ્રોડક્ટની ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે.

આ ઓફર,સેમસંગના ઓનલાઇન સ્ટોર પર હાલ ચાલું છે જે 22મી ઓક્ટોબર 2018ના રોજ સમાપ્ત થઈ જશે.

સૂત્રો મુજબ,સેમસંગ આ ઓફર હેઠળ ગેલેક્સી નોટ 8ની ખરીદ પર લગભગ રૂ.23,000 સુધીનું આકર્ષક અને ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ફોનની પ્રાઇઝ આમ રૂ.67,900 છે જે સેમસંગના ઓનલાઇન સ્ટોર પર રૂ.19,000ના ડિસ્કાઉન્ટ બાદ રૂ.48,900 સુધી મળી રહ્યો છે.

સ્માર્ટફોનના ફિચર્સ અને શર્તો અને નિયમો સંબંધી માહિતી તમને સેમસંગના ઓનલાઇન સ્ટોર પર જ મળી જશે. વાચકોને નિવદેન છે કે ખરીદી કરતા પહેલા તે પ્રોડક્ટ સંબંધી શર્તો અને નિયમોને જરૂરથી એકવાર વાંચી લે.

મીડિયા રિપોર્ટ મુજબ જો ગ્રાહક સેમસંગ ગેલેક્સી નોટ 8 ખરીદવા ચુકવણી માટે એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે તો રૂ.4,000 સુધીનો વધારાનો કેસબેક મેળવી શકે છે. જે ટ્રાંઝેક્શન પૂર્ણ થયાના 90 દિવસની અંદર ગ્રાહકના કાર્ડ એકાઉન્ટમાં જમા થશે. ઉપરાંત જો પેટીએમ દ્વારા ચુકવણી કરવામાં આવે તો ગ્રાહકને 10% કેશબેક રૂ.2000 સુધી માટે પણ પાત્ર થશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter