GSTV
Home » News » પાર્ટ ટાઇમ કામ કરીને દર કલાકે કરો 140 રૂપિયાની કમાણી, Amazon આપી રહ્યું છે શાનદાર તક

પાર્ટ ટાઇમ કામ કરીને દર કલાકે કરો 140 રૂપિયાની કમાણી, Amazon આપી રહ્યું છે શાનદાર તક

ઈ-કોમર્સ સેક્ટરની મુખ્ય કંપની અમેઝોન ઈન્ડિયાએ ગુરુવારે એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ કંપની દેશમાં તેની ડિલીવરીની કામગીરીને વધારવા માટે પાર્ટ-ટાઈમ પાર્ટનર્સની નિમણૂક કરશે. અમેઝોન ફ્લેક્સ નામના આ પ્રોગ્રામ હેઠળ યુઝર્સ પોતે સાઈન-અપ કરી શકે છે, યુઝર્સ પોતાનો શેડ્યુઅલ બનાવી શકે છે અને એમેઝોન તરફથી પેકેટ ડિલીવરી કરવા પર પ્રતિ કલાકે 120-140 રૂપિયા કમાઈ પણ શકે છે. અમેઝોન ફ્લેક્સને બેંગ્લોર, મુંબઈ અને દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને આ વર્ષના અંત સુધીમાં અન્ય શહેરોમાં પણ વિસ્તરણ કરવામાં આવશે.

તમામ ડિલિવરી પાર્ટનરે એક બેકગ્રાઉન્ડ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે

નિવેદનમાં તે પણ કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમ જે એક એપના માધ્યમથી કામ કરે છે, ડિલીવરી પાર્ટનલ લોકો માટે પેકેટ ડિલિવરી કરી પોતાની કમાણીની ક્ષમતાને આગળ વધારવા માટે હજારો તકો ઉભી કરી શકે છે. અમેઝોન ફ્લેક્સ અદ્યતન લોજિસ્ટિક સિસ્ટમ અને ટેકનોલોજીની સાથે મળીને કામ કરે છે. અમેઝોને કહ્યું કે, તમામ ડિલીવરી પાર્ટનરે એક બેકગ્રાઉન્ડ વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને પેકેટ વિતરણ કરતા પહેલા તેમને ટ્રેનિંગ આપવામાં આવશે.

ડિલિવરી પાર્ટનરને એક્સિડેન્ટ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે

તો અમેઝોન માટે ડિલીવરી કરવા માટે ડિલીવરી પાર્ટનરને એક્સીડેન્ટ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે. ઉપાધ્યક્ષ અખિલ સક્સેનાએ કહ્યું કે, જ્યાં સુધી અમે દેશભરમાં અમારી વર્તમાન વિતરણ ક્ષમતાઓને ચાલુ રાખવા ઈચ્છીએ છીએ, ત્યાં સુધી અમેઝોન ફ્લેક્સ અમેઝોનને ગ્રાહકોને વધુ સેવા આપવા અને ડિલવરીમાં તેજી લાવવા માટે સક્ષમ બનાવીશું.

Read Also

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!