GSTV

Xiaomi ના આ સ્માર્ટફોન્સ પર અધધ 6500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, ઝડપી લો આ શાનદાર તક

ઇ-કૉમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર ચાર દિવસ સુધી એમેઝોન ફેબ ફોન ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલ 10 મી જૂનથી 3 જૂન સુધી ચાલુ રહેશે. આ સેલ હેઠળ મોબાઇલ અને મોબાઇલ એસેસરીઝ પર 40% સુધી ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. એપલ, સેમસંગ, હુવેઇ, વનપ્લસ અને શાઓમી જેવી મોટી કંપનીઓના સ્માર્ટફોન પર આ ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. અહીં અમે તમને શાઓમીના સ્માર્ટફોન પર મળી રહેલા ડિસ્કાઉન્ટની લિસ્ટ આપી રહ્યાં છીએ.

Xiaomi Mi A2:

આ સ્માર્ટફોનના 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટને 6,500 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 10,999 રૂપિયામાં ખરીદી શકશો. તેનું 128 જીબી વેરિયન્ટ 15,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ વેરિએન્ટમાં રૂ. 4,501 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમાં 12 મેગાપિક્સલ + 20 મેગાપિક્સલ રીઅર કેમેરા, 20 મેગાપિક્સલનો સેલ્ફી કૅમેરા અને સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે.

Xiaomi Redmi 6A:

આ સ્માર્ટફોનનો 16 જીબી સ્ટોરેજ વેરિયન્ટ રૂ. 1,000 ના ડિસ્કાઉન્ટ પછી 5,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. સાથે જ 32 જીબી વેરિઅન્ટની કિંમત 6,499 રૂપિયા છે. તેના પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તેમાં 13 મેગાપિક્સલનો રીઅર કેમેરા, 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરા અને  MediaTek Helio A22 પ્રોસેસર મળે છે.

Xiaomi Redmi Y2:

એમેઝોન સેલ હેઠળ, આ સ્માર્ટફોનનું 32 જીબીનું સ્ટોરેજ વેરિયન્ટ રૂ. 2,000 ની છૂટ પછી 8,499 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 6400 જીબી વેરિએન્ટ 3,500 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 9, 999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ સ્માર્ટફોનમાં 12 એમપી + 5 એમપી રીઅર કેમેરા, 16 એમપી ફ્રન્ટ કેમેરા અને સ્નેપડ્રેગન 625 ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Xiaomi Redmi 7:

Redmi Note 7 Pro sell

આ સ્માર્ટફોનના 2 જીબી રેમ વેરિઅન્ટ રૂ. 2, 000 ની ડિસ્કાઉન્ટ પછી રૂ. 7,999 ની કિંમતે વેચવામાં આવે છે. સાથે જ તેના 3 જીબી રેમ વેરિયન્ટને રૂ. 2, 000 ના ડિસ્કાઉન્ટ પછી રૂ. 8,999 પર વેચવામાં આવે છે. આ સ્માર્ટફોન 12 એમપી + 2 એમપી રીઅર કેમેરા, 8 એમપી ફ્રન્ટ કેમેરા, 4,000 એમએએચ બેટરી અને સ્નેપડ્રેગન 632 પ્રોસેસર આપવામાં આવ્યા છે.

Read Also

Related posts

બેદરકાર શાહિદ આફ્રિદી ફ્લાઇટ ચૂકી ગયો, નહી રમી શકે લંકા પ્રીમિયર લીગની બે મેચ

Ankita Trada

કપિલદેવની પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્માનું પત્તુ કપાયું, કહ્યું- ધોનીને કોઈ ટચ કરી શકે નહીં

Ankita Trada

ઘરમાં સગર્ભા મહિલા હોય તો પરિવારે સૌથી વધારે સાવધાનીની જરૂર, નહીં તો તમે તેમનો જીવ મૂકશે જોખમમાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!