GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

અમેઝોન અલેક્સા હવે હિંદીમાં કરશે વાત, સંભળાવશે હિંદી ગીતો અને ફિલ્મી ડાયલૉગ પણ

અમેઝોનની એલેક્સ હવે હિંદીમાં પણ વાત કરશે. Alexa એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેઝ્ડ વર્ચુઅલ આસિસ્ટન્ટ છે જે ઈકો સ્માર્ટ સ્પીકર્સ સાથે હોય છે. જોકે હવે બીજી કંપનીઓનાં સ્પીકર્સમાં પણ એલેક્સ સપોર્ટ કરે છે.

હવે તમે અમેઝોન ઈકો સ્માર્ટ સ્પીકર કે બીજા અલેક્સા બેઝ્ડ સ્પીકર્સ અને હેડફોન્સને હિંદીમાં કમાન્ડ આપી શકો છો. આ પહેલાં અલેક્સા માત્ર અંગ્રેજીમાં જ કમાન્ડ આપી શકતી હતી.

અલેક્સા માત્ર હિંદી જ નહીં હિંગ્લિશમાં પણ વાત કરશે, એટલે હવે અલેક્સા હિંદીમાં ગીતો સંભળાવશે, શાયરી સંભળાવશે અને તમને મનોરંજન પણ પૂરું પાડશે. તમે અલેક્સા પર બૉલિવૂડના ડાયલૉગ પણા સાંભળી શકો છો.

અમેઝોને અલેક્સાને વિવિધ એક્સેન્ટ સમજવા માટે ટ્રેન કરી છે, જેથી ડિવાઇઝ લોકોના કમાન્ડ યોગ્ય રીતે સમજી શકે. આટલું જ નહીં, વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તમને ગીત ગાઈને પણ સંભળાવી શકે છે.

અલેક્સા સાથે હિંદીમાં વાત કરવા માટે તમારે સેટિંગ્સમાં જઈને ભાષા બદલવાની રહેશે. કંપનીના જણાવ્યા અનુસાર કેટલાક સમય બાદ એલેક્સાની લેગ્વેંગ સેટિંગને બદલ્યા વગર પણ હિંદી કે ઈંગ્લિશમાં વાત કરી સકાશે.

ભારતમાં અત્યારે Echo Dot, Echo Show 5, Echo, Echo Spot, Echo Plus, Echo Show, અને Echo Input સ્પીકર્સ ઉપલબ્ધ છે, જેમાં Alexa ને હિંદી કમાન્ડ આપી શકાય છે.

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!