GSTV

ઓફિસમાં કોઈ સાથે અફેર હોય તો ચેતી જજો, મલ્ટીનેશનલ કંપનીઓમાં છે અજબ-ગજબ નિયમો

આપણા દેશમાં ઓફિસ અફેર ખૂબ સામાન્ય વાત છે, પરંતુ એવા ઓછા કપલ હોય છે, જે પોતાના સંબંધને લઈને કામના સ્થળ પર પ્રોફેશનાલિઝમ જાળવવામાં સક્ષમ હોય છે. આ કારણે વધારે પડતા લોકો અને કંપની સ્વિચ કરવાનું પસંદ કરે છે. જો કે, આ દરેક કપલ માટે અલગ-અલગ અનુભવ હોય છે. આજે અમે અહીં વાત કરી રહ્યા છીએ લવ-અફેર અને તેમાં પણ ખાસ કરીને ઓફિસ અફેરને લઈને દુનિયાની અલગ-અલગ કંપનીઓએ ક્યા પ્રકારના નિયમો બનાવ્યા છે.

કંપની આપે છે ડેટ ખર્ચ

ઓફિસ અફેરને લઈને કેટલાક સમય પહેલા એક HR ફર્મે ઈન્ટરવેવ કન્સલ્ટિંગ CEO નિર્માલા મેનને જણાવ્યું હતું કે, લગભગ 12 થી 15 વર્ષ પહેલા કેટલીક કંપનીઓએ તેવા કપલને ડેટિંગ એલાઉન્સ આપવાનું શરૂ કર્યું હતું, જે લોકોનું ઓફિસ અફેર હતું. આ નિયમ પાછળ કંપનીની નીતિ હતી કે, વધુ સારા કાર્યકારી વાતાવરણમાં કર્મચારીઓ પાસેછી વધારે સારિ આઉટપુટ લઈ શકાય છે, પરંતુ આ શ્રેષ્ઠ વિચાર સાબિત થયો ન હતો.

પ્રેમમાં ગુમાવી નોકરી

વર્ષ 2019ની એક ઘટના છે, જ્યારે મેકડોનલ્ડના CEO સ્ટીવ ઈસ્ટરબ્રૂકને પોતાના એક સર્બોડિમેટ સાથે ઈમોશનલ સંબંધ રાખવા માટે બરતરફ કરવામાં આવ્યા હતા. આવું એટલા માટે કે, તેમની કંપનની પોલિસીમાં ઓફિસ અફેરને લઈને કોઈ સરળ નિયમો ન હતા.

એક જેવી નથી બધી સંસ્થાઓ

જો કે, એવું નથી કે, બધી કંપનીઓએ તેમના કર્મચારીઓ માટે આ વિશે સમાન નિયમો બનાવ્યા હોય છે. ઘણી કંપનીઓ એવી પણ છે, જે આવા સંબંધોને પ્રોત્સાહન આપે છે. આ અંગે તેમની પોતાની વિચારસરણી અને નીતિ છે. તેથી જ ઓફિસ અફેરમાં પડતા પહેલા કંપનીના નિયમોને જરૂરથી જાણી લેજો.

આ માટે પસંદ નથી કરતી કંપનીએ

ઓફિસ અફેરને નાપસંદ કરવા પાછળ નિતિ મંડળની વિચારસરણી હોય છે કે, જો એક સીનિયર અને જૂનિયર વચ્ચે આ પ્રકારનું ઈમોશનલ બોન્ડીંગ હોય તો, આ કોઈપણને વ્યક્તિને અનવ્યવસાયિક નિર્ણય લેવા અને તરફેણ કરવા માટે મજબૂર કરી શકે છે. જેના કારણે ઓફિસની વર્ક કલ્ચરને અસર થાય છે.

ઘણી જગ્યાએ જણાવવું છે જરૂરી

ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં ઘણી કંપનીઓ એવી પણ છે જે ઓફિસ અફેરની વિરુદ્ધ તો નથી, પરંતુ જો તમે જોડાતા પહેલા અથવા જોડાયા બાદ તમારી ઓફિસમાં કોઈની સાથે અફેર હોય, તો તમારે તમારા HRને જાણ કરવી પડે છે.

Related posts

શેરમાર્કેટમાં સોદો પાડવા માટેનું સોફ્ટવેર વિકસાવી કરતા હતા ઠગાઈ, વાડજ પોલીસે બેની કરી ધરપકડ

Pravin Makwana

મમતા મોદી સામે જ બગડ્યા/ સરકારી કાર્યક્રમને રાજકીય બનાવી દીધો, ભાષણ આપવાનો જ કરી દીધો ઈનકાર

Karan

ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટમાં કોણ જીતશે ટેસ્ટ સીરિઝ? ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બ્રેડ હોગે કહી આ મોટી વાત

Karan
Do NOT follow this link or you will be banned from the site!