એક કૂતરાનું ડિપ્લોમા ડિગ્રીથી સન્માન કરાયું, જાણો કેમ?

બ્રિટની હાઉલેને કક્ષામાં જ્યારે પણ કોઇ ચીજ વસ્તુની જરૂર પડતી હતી તો તેનો મદદગાર કૂતરો હાજર રહેતો હતો. જો તેને પોતાના મોબાઇલ ફોનની જરૂર પડે તો તેને પણ કૂતરો શોધીને લાવતો હતો. એટલું જ નહીં, પોતાની ઈન્ટર્નશિપ હેઠળ જ્યારે તેણી દર્દીઓની મદદ કરતી હતી ત્યારે પણ કૂતરો તેની બાજુમાં જઇને પૂંછડી પટપટાવતો હતો.

ક્લાર્કસન વિશ્વવિદ્યાલયથી ઑક્યુપેશનલ થેરેપીમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા બાદ શનિવારે જ્યારે હાઉલે પોતાની ડિપ્લોમા લઇ રહી હતી, ત્યારે ગ્રિફિન નામનો આ કૂતરો પણ તેની સાથે હાજર હતો. હાઉલેએ સોમવારે કહ્યું કે ગ્રેજ્યુએશનના પહેલા દિવસથી જ કૂતરો તેની સાથે રહેતો હતો. તેમણે કહ્યું, ‘જે મેં કર્યુ, તેણે પણ આ બધુ કર્યુ.’

પોસ્ટડેમ ન્યૂયાર્ક સ્કૂલના બોર્ડ ટ્રસ્ટીએ શનિવારે ‘ગોલ્ડન રિટ્રીવર’ નસ્લના 4 વર્ષના આ કૂતરાનું સન્માન કરીને કહ્યું કે હાઉલેની સફળતામાં આ કૂતરાનું અસાધારણ યોગદાન આપ્યું, અને દરેક વખતે સાથે રહીને તેની ભરપૂર મદદ કરતો હતો.

અલગ-અલગ પડકારોથી ઝઝૂમી રહેલા અશક્ત લોકોની મદદ કરનારા આવા પ્રશિક્ષિત કૂતરાને ‘સર્વિસ ડૉગ’ કહેવાય છે. ઉત્તરી કેરોલાઇનામાં વિલ્સનમાં રહેતી હાઉલે વ્હીલચેરના આધારે ચાલે છે અને તેને ક્રૉનિક પેનની સમસ્યા છે.

તેમણે કહ્યું કે ગ્રિફિન દરવાજો ખોલવો, લાઇટ પ્રગટાવવી અને ઇશારા કરીને કોઈ પણ ચીજ લાવવા જેવા ઘણા કામ કરે છે. ભલે આ કામ એટલા મોટા નથી, પરંતુ જ્યારે તેણી ભીષણ વેદનાનો સામનો કરતી હતી ત્યારે આ કૂતરો તેના માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતો હતો. હાઉલે અને ગ્રિફિને ઈન્ટર્નશિપ દરમ્યાન નૉર્થ કેરોલીનાના ફોર્ટ બ્રાગમાં કામ કર્યુ. આ દરમ્યાન તેણે ચાલવા-ફરવામાં મુશ્કેલીનો સામનો કરી રહેલા સૈનિકો તથા અન્ય જરૂરિયાત દર્દીઓની મદદ કરી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter