GSTV

ઈશ્ક-રિશ્ક: એક જ યુવક સાથે ત્રણ સગી બહેનોને થયો પ્રેમ, ઘરના લોકોને સુતા મુકી ત્રણેય બહેનો પ્રેમી સાથે ભાગી ગઈ

Last Updated on September 28, 2021 by Pravin Makwana

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાંથી હેરાન કરનારી ખબર સામે આવી છે. જ્યાં એક જ યુવક સાથે 3 સગી બહેનોને પ્રેમ થયો છે. તો વળી જ્યારે ઘરના લોકોને આ વાતની ખબર પડી તો તેમણે આ વાતનો વિરોધ કર્યો. જો કે, ઘરવાળા લોકોની વાત ત્રણેય બહેનોને ઠીક ન લાગી અને તે પ્રેમી સાથે ત્રણેય બહેનો ભાગી ગઈ. આ બાજૂ લોકલાજના ડરે પરિવારના લોકોએ પોલીસને જાણ ન કરી. કહેવાય છે કે, ત્રણેય બહેનોમાંથી બે વયસ્ક છે અને એક સગીર છે. ગામમાં આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. સંબંધીઓની મદદથી ત્રણેય બહેનોની શોધ ચાલી રહી છે.

પ્રતિકાત્મક તસ્વીર

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, રામપુર જિલ્લાના અઝીમનગર વિસ્તારના એક ગામની આ ઘટના છે. જ્યાં ત્રણ બહેનો પર પ્રેમનું ભૂત એવું સવાર થયું કે, કોઈની પણ શરમ ભર્યા વગર ઘરેથી ભાગી ગઈ. ઘરના લોકોએ તેમની ખૂબ શોધ કરી, પણ હજૂ સુધી હાથમાં આવી નથી.

કહેવાય છે કે, આઠ દિવસ થઈ ગયા, પણ દિકરીઓ હજૂ સુધી ઘરે પાછી ન આવતા પરિવારના લોકો ચિંતામાં મુકાયા છે. આ બાજૂ મીડિયામાં અહેવાલો આવતા પોલીસે કહ્યુ કે, હજૂ સુધી ફરિયાદ આવી નથી, જ્યારે આવશે ત્યારે જરૂરી કાર્યવાહી કરીશું.

READ ALSO

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!