GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

ખાલી પેટે પીવો ગોળ અને જીરાનું પાણી, ફાયદા જાણી તમે પણ કરશો રોજ સેવન

મોટાભાગનાં ઘરોમાં જીરાનો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવ્યો છે. જીરાની સુંગંધના કારણે ભોજનના સ્વાદમાં અને સુગંધમાં વધારો થાય છે. તો ગોળ એ કુદરતી ગળપણ છે. આયુર્વેદમાં પણ ઘણી બીમારીઓના ઈલાજમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ કદાચ તમે નહીં જાણતા હોય કે, જો આ બંનેનો સાથે ઉપયોગ કરવામાં આવે તો તેના શું ફાયદા મળી શકે છે. જીરાના પાણીમાં ગોળનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા મળે છે, આ ઉપરાંત ખાલી પેટે તેનું સેવન કરવામાં આવે તો તો આ ફાયદા બમણા થઈ જાય છે.

  • ગોળ અને જીરાનું પાણી શરીરમાં લોહીની ઊણપને ઘટાડે છે. જેથી એનીમિયાનો ખતરો ઘટે છે.
  • માથાના દુખાવાની સમસ્યામાં ગોળ-જીરાનું પાણી રામબાણ ઈલાજ છે.
  • એક રિસર્ચ અનુસાર, ગોળ-જીરાનું પાણી પીવાથી તાવમાં પણ આરામ મળે છે.
  • ગોળ અને જીરાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
  • આ બંનેનું સેવન કરવાથી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે.
  • મહિલાઓમાં માસિક સમયે ગોળ-જીરાનું પાણી પીવાથી દુ:ખાવામાં રાખત મળે છે.
  • ગોળ-જીરાનું પાણી પીવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.

કેવી રીતે બનાવવું ગોળ-જીરાનું પાણી:

  • એક વાસણમાં બે કપ પાણી લઈ તેને મીડિયમ આંચ પર ગરમ કરવા મૂકો.
  • ત્યારબાદ અંદર એક ચમચી સમારેલો ગોળ અને એક ચમચી જીરું નાખી બરાબર ઉકાળો.
    પાણી ઉકળીને લગભગ અડધું થઈ જાય એટલે ગેસ બંધ કરી પાણીને ગાળી લો અને તેનું સેવન કરો.

Read also:

Related posts

આ કારણે ભારતમાં થાય છે દર વર્ષે 15.73 લાખ લોકોનાં મોત, Corona કરતાં પણ વધારે સંભાળ રાખવાની છે જરૂર

pratik shah

પગમાં આવા નિશાન દેખાય તો તમને પણ થઇ શકે છે કોરોના, આવા છે ઘાતક વાયરસના નવા લક્ષણો

Bansari

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા આ 11 લક્ષણો, જાણો તમને કોરોના તો નથીને

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!