પલાળેલા કિશમિશ આરોગો, એનીમિયાને દૂર ભગાડો અને રોગપ્રતિકારક ક્ષમતા વધારો

જો તમે પણ દરરોજ નટ્સ અને કિશમિશ ખાવો છો તો સારી વાત છે. પરંતુ શું તમને ખબર છે કે જો તમે કિશમિશ રાત્રે પલાળીને ખાઓ છો તો આ સૌથી વધુ લાભકારક હોય છે. જો તમે દરરોજ ફક્ત 10 કિશમિશના દાણા આખી રાત પલાળીને સવારે ખાઓ તો તેનાથી ઘણા પ્રકારના રોગ અને બિમારીઓથી બચાવ થશે. સાથે જ આરોગ્ય પણ વધુ સારુ રહેશે.

રાત્રે ખાઓ પલાળેલા 10 કિશમિશ

કિશમિશ ખાવાની સૌથી સારી પદ્ધતિ છે કે તેને રાત્રે પાણીમાં પલાળીને મૂકી દો અને સવારે ફૂલી જાય ત્યારે ખાઓ અને કિશમિશના પાણીને પણ પી લેવુ જોઇએ. પલાળેલા કિશમિશમાં આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર ભરપૂર હોય છે. જેમાં હાજર ખાંડ પ્રાકૃતિક હોય છે, તેથી સામાન્ય રીતે તેનું કોઇ નુકસાન થતુ નથી. પરંતુ ડાયાબિટીસના દર્દીઓને કિશમિશ ખાવી જોઇએ નહીં. કિશમિશ વાસ્તવમાં સૂકી દ્રાક્ષ હોય છે. આ ઘણા રંગોમાં હાજર હોય છે, પરંતુ મસલન ગોલ્ડન, લીલુ અને કાળું. આ સિવાય તમે ઘણી શાકભાજીના સ્વાદને સારા બનાવવા માટે પણ કિશમિશનો ઉપયોગ કરી શકો છો.

વધશે રોગ સામે લડવાની પ્રતિકારક ક્ષમતા

રાત્રે પલાળેલી કિશમિશ ખાવાથી અને તેનું પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. જેમાં હાજર એન્ટીઑક્સિડેન્ટસના કારણે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે સારી થાય છે. જેનાથી બહારના વાયરસ અને બેક્ટેરિયાથી આપણુ શરીર લડવામાં સક્ષમ થાય છે અને આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરી શકતા નથી.

બીપી પણ રહે છે સામાન્ય

રાત્રે પલાળેલી કિશમીશ આમ તો બધા માટે લાભકારક છે, પરંતુ તેનો લાભ તેવા લોકોને મળે છે, જે હાઇ બ્લડ પ્રેશર એટલેકે હાઇપરટેન્શનથી પરેશાન છે. કિશમિશ શરીરના બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે. જેમાં હાજર પોટેશિયમ તત્વ તમને હાઇપરટેન્શનથી બચાવે છે.

શરીરમાં લોહી વધારે છે

કિશમિશના સેવનથી તમે એનીમિયાથી બચો છો કારણકે કિશમિશ આયરનનો સારો સ્ત્રોત હોય છે. સાથે તેમાં વિટામિન બી કોમ્પલેક્સ પણ સારી માત્રામાં હોય છે. આ બધા તત્ત બ્લ્ડ રચનામાં ઉપયોગી છે.

કિશમિશ એટલેકે મુનક્કા પાચન તંત્રમાં ખૂબ લાભકારક છે. મિનરલ્સની માત્રા ઘણી વધારે છે. આ હાડકા માટે ઘણુ સારું હોય છે. દિવસભરમાં 10-12 કિશમિશ લઇ શકાય છે. એક વાત હંમેશા ધ્યાન રાખો કે પલાળેલા કિશમિશમાં કેલેરીની માત્રા ઘણી વધારે હોય છે. તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેને વધારે માત્રામાં લેવી જોઇએ નહીં. તેને નિયમિત રીતે પોતાના આહારમાં સામેલ કરવાથી ડાઇઝેશનમાં આરામ મળે છે. હકીકતમાં આ ફાઇબરથી ભરપૂર હોય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter