GSTV
Gujarat Government Advertisement

દરરોજ સવારે પીવો લીમડાનાં પાનનો જ્યૂસ : ફાયદા જાણીને ચોંકી જશો તમે!, ખરેખર છે ચમત્કારિક

Last Updated on February 8, 2021 by Karan

આજે અમે તમારા માટે મીઠા લીમડાનાં પાનના સેવનનાં ફાયદા લઈને આવ્યા છીએ. મોટાભાગના લોકો ઘરોમાં મીઠા લીમડાનાં પાનનો ઉપયોગ સુગંધ અને ખોરાકનો સ્વાદ વધારવા માટે કરે છે. તે ખાસ કરીને દક્ષિણ ભારતીય ભોજનમાં વપરાય છે, પરંતુ તમે કદાચ નહીં જાણતા હો કે મીઠા લીમડાનાં પાનમાં ઘણા ઔષધીય ગુણ પણ છે. તેના પાનનો રસ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

હેલ્થ એક્સપર્ટ માને છે કે મીઠા લીમડાનાં પાનના રસનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. આ સાથે, લોહીમાં ખાંડની માત્રા નિયંત્રિત કરી શકાય છે, જે ડાયાબિટીઝનું જોખમ ઘટાડે છે.

ઇન્સ્યુલિનની માત્રાને સુધારે છે

મીઠા લીમડાનાં પાન શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ સુધારે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, ડાયાબિટીઝના દર્દીઓમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કુદરતી રીતે ઓછું થાય છે. તેથી જ તેમને મીઠા લીમડાનાં પાન ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે મીઠા લીમડાનાં પાન ખાવાથી, તમારી ઇન્સ્યુલિન પ્રવૃત્તિ કુદરતી રીતે પણ સુધરશે. આ તમારા શરીરમાં બ્લડ સુગરની માત્રાને નિયંત્રણમાં રાખશે.

આરોગ્ય નિષ્ણાતો શું કહે છે

આરોગ્ય નિષ્ણાતો એન્ટી બાયોટિક ફૂડ માને છે. તેમના મતે, આ પાંદડાઓના એન્ટિ-હાયપરગ્લાયકેમિક ગુણધર્મોને લીધે, તે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં ફાઈબર્સ પણ જોવા મળે છે, જેના કારણે ભૂખ નથી લાગતી.

શું મળે છે મીઠા લીમડાનાં પાનમાં

મીઠા લીમડાનાં પાનમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કોપર જેવા પોષક તત્વો હોય છે. આ બધા પોષક તત્વો ડાયાબિટીઝની અસર ઘટાડવા માટે મદદગાર છે. તમે મીઠા લીમડાના પાન ખાવાથી વજન પણ ઘટાડી શકો છો. ડાયાબિટીઝના દર્દીઓએ પોતાનું વજન નિયંત્રણમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, તમે મીઠા લીમડાનાં પાંદડા ખાવાથી સરળતાથી વજન ઘટાડી શકો છો.

કેવી રીતે બનાવશો મીઠા લીમડાનાં પાન

  • મીઠા લીમડાનાં પાનનો રસ બનાવવા માટે, પહેલા 10 થી 12 મીઠા લીમડાનાં પાન લો.
  • પછી તેમને પાણીથી સારી રીતે સાફ કરો
  • પછી એક ગ્રાઇન્ડરમાં બધા પાંદડા ગ્રાઇન્ડ કરો.
  • પછી ગરણી વડે ગાળી અને તેને ગ્લાસમાં લો
  • આ પછી તમે મીઠા લીમડાનાં પાનનો રસ પી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના પાડોશી દેશે જ તેને દેખાડ્યો અરીસો, સંભળાવી ખરીખોટી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!