GSTV

નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને મમતા બેનર્જીની કરી વાહવાહી, BJP નેતાઓ અંગે કહીં આ વાત

અમર્ત્ય

Last Updated on April 20, 2021 by Bansari

પશ્ચિમ બંગાળનાં લોકોએ સ્થાનિક નેતાઓને બદલે કેન્દ્રિય નેતાઓને તેમની લગામ સોંપીને ‘રાષ્ટ્રીય પતન’નો ભાગ ન બનવું જોઈએ. કારણ કે તેનાથી તે હાથોમાં સત્તાની પકડ મજબૂત બનશે જેમનો આર્થિક નીતિઓ અને સામાજિક ન્યાયના ક્ષેત્રમાં રેકોર્ડ ‘ખૂબ ખરાબ’ છે. આ વાત નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને એક ઇન્ટરવ્યુમાં કહીં છે.

અમર્ત્ય સેને આ મુદ્દાઓ પર કર્યા મમતાના વખાણ

સેને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારના કલ્યાણ કાર્યક્રમો, ખાસ કરીને યુવતીઓ માટે ચલાવવામાં આવતા કાર્યક્રમો, ગ્રામીણ માળખાગત સુવિધાઓનું વિસ્તરણ અને ખાદ્ય સુરક્ષાની ખાતરી માટે પણ પ્રશંસા કરી, પરંતુ તેમણે રાજ્યમાં ભ્રષ્ટાચારના મુદ્દા સામે લડવા પર પણ ભાર આપ્યો.

પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં, તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે બંગાળનાં રાજકીય પરિદ્રશ્યમાં ઓળખની રાજનીતિએ માથું ઉંચુ કરી દીધું છે અને તેમણે હિન્દુત્વના ધ્વજ ધારકોને સાંપ્રદાયિક ભેદભાવ માટે દોષી ઠેરવ્યા છે.

અમર્ત્ય

જો બંગાળમાં સ્થાનિક નેતાઓને બદલે કેન્દ્રીય નેતાઓનું શાસન આવશે તો…

સેને કહ્યું કે, જો બંગાળમાં સ્થાનિક નેતાઓને બદલે કેન્દ્રીય નેતાઓનું શાસન આવશે, તો તેનાથી ભારતમાં સત્તાની પકડ તે હાથોની વધુ મજબૂત બનશે, જેમની લઘુમતીઓના હક્કો અંગેની વિચારધારા ખૂબ જ મર્યાદિત છે અને આર્થિક નીતિઓ અને સામાજિક ન્યાયના ક્ષેત્રમાં તેમનો રેકોર્ડ ‘ખૂબ જ દોષપુર્ણ છે’.

તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું કે બંગાળને એકતાની જરૂર છે,ભાગલાની નહીં. રાજ્યની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા ‘બહારનાં-સ્થાનિક’ મુદ્દે તેમણે કહ્યું કે ખરેખર તે ખૂબ જ ખરાબ બાબત છે, કારણ કે બહારના લોકો પ્રત્યેની સહિષ્ણુતા એ બંગાળનો ઇતિહાસ રહ્યો છે.

Read Also

Related posts

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta

સુધરી જજો / કારમાં રોમાન્સ કરતા સમયે ખરાબ રીતે ફસાયું કપલ, ફક્ત એક ભૂલ અને ખતરનાક મુસીબત ગળે પડી

Zainul Ansari

Farmer cultivates the Bamboo : 25 રૂપિયાનો છોડ લગાવી કરી શરૂઆત, હવે કમાય છે લાખો રૂપિયા; જાણો સંપૂર્ણ બિઝનેસ પ્લાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!