GSTV

‘જય શ્રી રામ’નો નારો બંગળી સંસ્કૃતિ સાથે નથી જોડાયેલો

Last Updated on July 7, 2019 by Arohi

નોબેલ પુરસ્કારથી સમ્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને ‘જય શ્રી રામ’ના નારાને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળના જાદવપુર વિશ્વવિદ્યાલયમાં તેમણે કહ્યું કે, ‘જય શ્રી રામ’નો નારો બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલો નથી. તેનો ઉપયોગ લોકોને મારવાના બહાના માટે કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, માઁ દુર્ગા બંગાળીઓના જીવનમાં સર્વવ્યાપ્ત છે. ‘જય શ્રી રામ’નો નારો બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલો નથી. આજ કાલ રામનવમી લોકપ્રિયતા હાંસલ કરી રહી છે અને તેમણે પહેલા ક્યારેય તેના વિશે નહોતું સાંભળ્યું. મેં મારી ચાર વર્ષની પૌત્રીને પુછ્યું કે તેના પ્રિય ભગવાન કોણ છે? તેણે જવાબ આપ્યો માઁ દુર્ગા.

તેમણે કહ્યું કે, માઁ દુર્ગા આપણી જીંદગીમાં હાજર છે. મને લાગે છે કે,’જય શ્રી રામ’ જેવો નારો લોકોને મારવાની આડમાં ઉપયોગ કરવામાં આવે છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી દેશના અલગ-અલગ ભાગમાં મુસ્લિમ યુવકો પાસે ‘જય શ્રી રામ’ના નારા બોલાવવાને લઇને તેની સાથે મારપીટ અને હત્યા પણ કરવામાં આવી હતી.

Read Also

Related posts

ભારતીય સૈન્યનું ઉરીમાં મોટું ઓપરેશન: 3 આતંકવાદી ઠાર કરાયા, મોટા પ્રમાણમાં મળી આવ્યા શસ્ત્ર સરંજામ

Zainul Ansari

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ઘરમાં તોડફોડ કરનારની પોલીસે કરી ધરપકડ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

pratik shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું વિવાદસ્પદ નિવેદન , આગામી દિવસોમાં રાજકીય મોરચે ગરમાવો આવે તેવી શક્યતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!