SP-BSPના ગઠબંધન પર સાંસદ અમરસિંહે કહ્યું યહાં મેરા ક્યા કામ હૈ

ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધન અંગે રાજ્યસભાના સાંસદ અમરસિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ હવે સમાજવાદી પાર્ટીથી છૂટા પડી ગયા છે. જેથી સપા અને બસપાના ગઠબંધનને મુલાયમસિહનો સાથ નથી મળવાનો. સપા અને બસપામાં માત્ર ફોઈ અને ભત્રીજો સાથે છે. જેમા મુલાયમસિંહને કોઈ સ્થાન નથી. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા પણ અમરસિંહ અખિલેશ પર આડકતરી રીતે પ્રહાર કરી ચુક્યા છે. તેમણે સપા બસપાના ગઠબંધનને મુલાયમસિંહની વિરૂદ્ધમાં ગણાવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા વચ્ચે ગઠબંધન થતા પ્રગતિશિલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ યાદવે પ્રતિક્રિયા આપી હતી. શિવપાલ યાદવે જણાવ્યું હતું કે, પ્રગતિશિલ સમાજવાદી પાર્ટી વગર સપા અને બસપાનું ગઠબંધન અધુરૂ છે. ઉત્તર પ્રદેશમાં નાની રાજકીય પાર્ટીઓ ભાજપને સત્તામાંથી બહાર કરી શકે છે. શિવપાલ યાદવે વધુમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter