GSTV
Home » News » અમરનાથ યાત્રાના રૂટ પર આતંકવાદીઓની ઘૂસણખોરી પર નજર રાખવા ડ્રોનની તેનાતી

અમરનાથ યાત્રાના રૂટ પર આતંકવાદીઓની ઘૂસણખોરી પર નજર રાખવા ડ્રોનની તેનાતી

અમરનાથ યાત્રાના રુટ પર આતંકી ખતરાની આશંકાને કારણે સુરક્ષાદળોએ સઘન સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. સીઆરપીએફના કમાન્ડો અમરનાથ યાત્રાના રુટમાં અલગ-અલગ સ્થાનો પર ડ્રોનથી નજર રાખી રહ્યા છે. આ ડ્રોને પહાડી વિસ્તારમાં તેનાત કરાયા છે. અહીં આતંકવાદીઓની ઘૂસણખોરી પર નજર રાખવા માટે ડ્રોનની તેનાતી કરવામાં આવી છે.

નવા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પ્રમાણે પીઓકેથી લશ્કરે તૈયબાના વીસ આતંકવાદીઓનું એક જૂથ ઘૂસણખોરી કરને બાલટાલના રસ્તે કંગનમાં આવે તેવી સંભાવના છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આના સંદર્ભે એક એલર્ટ જાહેર કર્યું છે. આતંકવાદીઓ કંગન વિસ્તારમાં આવીને અમરનાથ યાત્રામાં અડચણ પેદા કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરનાથ યાત્રા પર ગ્રેનેડ એટેક અને આઈઈડી બ્લાસ્ટનું પણ જોખમ છે. સુરક્ષાદળોએ અહીં સ્નિફર ડોગ્સ અને મેટલ ડિટેક્ટર સાથે કમાન્ડોની પણ તેનાતી કરી છે.

Related posts

પણજીમાં યોજાનારી બેઠકમાં અમિત શાહે ગુજરાતના મોટાભાગના નેતાઓને શા માટે બોલાવ્યા ?

Mayur

ઝોમેટો અને સ્વિગી પર વધારે ડિસ્કાઉન્ટ મેળવો છો, તો હવે આ નવો નિયમ વાંચીને મંગાવો ફૂડ

Dharika Jansari

નેચરલ ગેસના ભાવમાં ઘટાડાથી, મુકેશ અંબાણીનું કરોડોનું રોકાણ ખતરામાં

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!