GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

બહુસ્તરીય સુરક્ષાચક્ર વચ્ચે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ દર્શન માટે રવાના

અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પહેલે જથ્થો બહુસ્તરીય સુરક્ષાચક્ર વચ્ચે બુધવારે સવારે જમ્મુની ભગવતી નગર આધાર શિબિરથી રવાના થયો છે. શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો કાશ્મીરની બે આધાર શિબિરો બાલટાલ અને પહલગામ માટે રવાના થયો છે. શ્રદ્ધાળુઓ કાશ્મીરના ગાંદેરબલ ખાતેના બાલટાલ અને અનંતનાગ ખાતે નુનવાન, પહલગામ આધાર શિબિર ખાતે પહોંચશે. બાદમાં આ તીર્થયાત્રીઓ બીજા દિવસે પગપાળા 3880 મીટરની ઊંચાઈ ખાતે આવેલા ગુફા મંદિર માટે રવાના થશે.

અમરનાથ યાત્રા 26 ઓગસ્ટે સમાપ્ત થવાની છે. 26 ઓગસ્ટે રક્ષા બંધન છે. સવારે જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર વિજય કુમાર અને બી. બી. વ્યાસે અમરનાથ યાત્રાના પહેલા જત્થાને લીલીઝંડી આપી હતી. જમ્મુ બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓને ગુફા મંદિર ખાતે બાબા અમરનાથના દર્શન માટે રવાના કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર વિજય કુમારે કહ્યુ છે કે અમરનાથ યાત્રા બેહદ મહત્વપૂર્ણ હોય છે. જનાતાના સહયોગથી, તમામ સુરક્ષા એજન્સીઓ અને વિકાસ એજન્સીઓ સાથે તેમણે એક સુરક્ષા યોજના બનાવી છે. શ્રદ્ધાળુઓની ચિંતાઓને દૂર કરવા અને વાહનવ્યવહારને સરળ બનાવવાની પુરી કોશિશ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના આઈજીએ અમરનાથ યાત્રાની સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

સુરક્ષા માટે આધુનિક તકનીક અને વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગત વર્ષના મુકાબલે આ વર્ષે અમરનાથ યાત્રાની સુરક્ષામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે દેશભરના બે લાખથી વધારે શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટેની નોંધણી કરાવી છે. આ શ્રદ્ધાળુઓમાં સાધુ-સંતો પણ સામેલ છે. આધાર શિબિરો, મંદિરો, રેલવે સ્ટેશનો અને અન્ય ભીડભાડવાળા સ્થાનોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ચુસ્તદુરસ્ત કરવામાં આવી છે.

અમરનાથ યાત્રીઓના દરેક વાહનોના મોનિટરિંગ માટે રેડિયો ફ્રિકન્સી ટેગ પણ લગાવવામાં આવ્યા છે. તેની સાથે જ તીર્થયાત્રીઓ દ્વારા લેવામાં આવેલા પ્રીપેડ મોબાઈલ નંબરોની વૈદ્યતાને સાત દિવસથી વધારીને દશ દિવસની કરવામાં આવી છે. અમરનાથ યાત્રાની સુરક્ષામાં જમ્મુ-કાશ્મીર પોલીસ, અર્ધલશ્કરી દળો, એનડીઆરએફ અને સેનાના કુલ મળીને 40 હજાર જવાનોની તૈનાતી કરી છે.

ગત વર્ષ 2.60 લાખ તીર્થયાત્રીઓને ગુફા મંદિર ખાતે બાબા અમરનાથના દર્શન કર્યા હતા. માળખાગત સુવિધાઓને ધ્યાનમાં રાખીને શ્રીઅમરનાથ શ્રાઈન બોર્ડે દરરોજ 7500 તીર્થયાત્રીઓને યાત્રા માટે જવાની મંજૂરી આપી છે.

Related posts

રાષ્ટ્રપતિ કોવિંદની ચીનને ચેતવણી, ભારત સામે અશાંતિ ઉભી કરનારને જડબાતોડ મળશે જવાબ

Pravin Makwana

હવાથી ફેલાતા કોરોનાથી બચવા બાલ્કનીમાં ઉભા રહેવા અથવા પાર્કમાં ફરવુ કેટલુ સુરક્ષિત !

Pravin Makwana

WHOની ભારતને ગંભીર ચેતવણી: હાલમાં શાળાઓ ખોલવી ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!