GSTV
Gujarat Government Advertisement

28 જૂનથી અમરનાથ યાત્રાનો શુભારંભ, જાણો કેવી રીતે કરાવી શકશો ઓનલાઇન રજિસ્ટ્રેશન

Last Updated on April 18, 2021 by Dhruv Brahmbhatt

બાબા બર્ફાની એટલે કે અમરનાથના દર્શન માટે 28 જૂનથી યાત્રા શરૂ થવા જઈ રહી છે. ત્યારે શિવલિંગની પ્રથમ તસવીર સામે આવી છે. અમરનાથની ગુફાઓમાં શિયાળા દરમિયાન સ્વયંભૂ શિવલિંગ નિર્માણ પામે છે અને તેની પહેલી તસવીરમાં શિવલિંગ પૂર્ણ આકારમાં જોવા મળી રહ્યું છે. શિવલિંગનો આકાર ખૂબ જ મોટો છે. 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલતાલના રસ્તેથી થઈ શકશે. પ્રથમ એપ્રિલથી રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થઈ ગઇ છે.

amarnath yatra

કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે શિવલિંગનું કદ ખૂબ મોટું છે. નોંધનીય બાબત એ છે કે આ શિવલિંગ ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે, જેના માટે ભક્તો અમરનાથ યાત્રાની મુલાકાતે એટલે કે દર્શને આવતા હોય છે. 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 28 જૂનથી પહેલગામ અને બાલતાલના માર્ગોથી શરૂ થશે અને આ યાત્રા 22 ઓગસ્ટે સમાપન થશે.

(શિવલિંગની પ્રથમ તસવીર)

તમને જણાવી દઇએ કે, વાર્ષિક અમરનાથ યાત્રા 2021 માટે નોંધણી 1 એપ્રિલથી શરૂ થઈ ગઇ છે. નોંધણી દેશભરમાં 446 બેંક શાખાઓ દ્વારા થઈ શકે છે. તેમાં પંજાબ નેશનલ બેંક, જમ્મુ કાશ્મીર બેંક અને યસ બેંક વગેરેની શાખાઓ શામેલ છે. મુસાફરી માટે તબીબી પ્રમાણપત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ગુફા ખૂબ જ ઊંચાઇ પર સ્થિત છે અને આ યાત્રા પણ ખૂબ જ મુશ્કેલીભરેલી છે. હાલમાં યાત્રાને લગતી માહિતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.

મુલાકાત સંબંધિત વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.shriamarnathjishrine.com પર મેળવી શકે છે. આ વર્ષે, 13 વર્ષથી ઓછી ઉંમરના અને 75 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓ તેમજ સગર્ભા સ્ત્રીઓ અમરનાથ યાત્રા પર જઈ શકશે નહીં.

Gujarat Government Advertisement

Related posts

સરકારે જ ખાતરના નામે ખેડૂતોના ઘરમાં ખાતર પાડ્યું: જ્યારે ચોકીદાર જ ચોરી કરે તો કોને ફરિયાદ કરવા જવી, સરકારે ખેડૂતો સાથે દગો કર્યો

Pravin Makwana

જાણવું જરૂરી/ શું ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોનાને આપી શકાય છે મ્હાત? ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી

Bansari

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!