GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

અમરનાથ યાત્રાઃ શ્રદ્ધાળુઓ માટે લાગુ થયા આ નિયમો, Corona ટેસ્ટ અને ક્વોરન્ટીન માટે પણ રહેશે આ શરતો

હાલમાં તે નક્કી નથી થઈ શક્યુ કે, અનલોક-2 બાદ પણ અમરનાથ યાત્રા યોજાશે કે નહી, પરંતુ યાત્રા કરાવવાની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમાં પ્રદેશમાં આવતા અમરનાથ યાત્રિઓને ક્વોરન્ટીનમાં રાખવાની તૈયારી પણ છે. અર્થાત Corona સંકટમાં અમરનાથ યાત્રામાં સામેલ થતા લોકોને પોતાના ખર્ચે Corona ટેસ્ટ કરાવવો પડશે અને તેમના માટે ક્વોરન્ટીનની શરતો પણ જોડી દેવામાં આવી છે.

500 થી 1000 યાત્રિઓને ક્વોરન્ટીન કરવાની વ્યવસ્થા

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અમરનાથ યાત્રાની તારીખ હજુ સુધી નક્કી થઈ શકી નથી, પરંતુ બીજા રાજ્યોમાંથી આવતા યાત્રિઓને પહેલા કઠુઆ જિલ્લામાં ક્વોરન્ટીન કરવામાં આવશે. Corona ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ જ તેમને આગળ જવાની મંજૂરી આપવામાં આવશે. બુધવારે જમ્મૂના મંડલાયુક્ત સંજીવ વર્માએ જિલ્લા પ્રશાસનની સાથે બેઠકમાં 500 થી 1000 યાત્રિઓને ક્વોરન્ટીન કરવાની વ્યવસ્થા કરવાનુ માર્ગદર્શન આપ્યુ હતુ. જિલ્લા પ્રશાસન પાસેથી મળેલી જાણકારી પ્રમાણે બેઠકમાં આપવામાં આવેલ નિર્દેશ પ્રમાણે યાત્રા શરૂ થવા પર યાત્રિઓની લખનપુરમાં સેમ્પલ તપાસ થશે. રિપોર્ટ આવ્યા બાદ તેમને 6 ક્વોર્ટીન સેન્ટરમાં રાખવામાં આવશે.

લંગરની મંજૂરી નહી

અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખી જિલ્લામાં આ વખતે કોઈપણ લંગરને મંજૂરી આપવામાં આવી નથી. એવામાં શ્રદ્ધાળુઓના જમવાની વ્યવસ્થા પણ પ્રશાસન કરશે. શ્રદ્ધાળુઓને રાજકિય ડિગ્રી કોલેડ કઠુઆ, 3 ખાનગી કોલેજ અને લંગર સ્થળો પર પ્રસ્તાવિત ક્વોરન્ટીન કેન્દ્રોમાં રાખવામાં આવશે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!