GSTV

પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટનના બગાવતી સૂર: સિદ્ધૂ વિરુદ્ધ અમરિંદરસિંહ ઉતારશે પોતાનો ઉમેદાવર, રાહુલ-પ્રીયંકાને અનુભવહીન ગણાવ્યા

Last Updated on September 22, 2021 by Zainul Ansari

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે પોતાનો બળવો સ્વર બતાવ્યા છે. કેપ્ટને જાહેરાત કરી કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ સામે પોતાનો ઉમેદવાર ઉતારશે. તેમણે જણાવ્યું કે સિદ્ધુને કોઈ પણ સંજોગોમાં મુખ્યમંત્રી બનવા દેવામાં આવશે નહીં કારણ કે તેઓ દેશ માટે મોટો ખતરો છે.

ત્રણ અઠવાડિયા પહેલા ખુરશી છોડવા માંગતા હતા

કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું કે સિદ્ધુ માત્ર પંજાબ જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ખતરો છે. તેમણે ખુલાસો કર્યો કે તેઓ ત્રણ અઠવાડિયા પહેલા મુખ્યમંત્રીની ખુરશી છોડવા માંગતા હતા, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વવાળી સરકારમાં સિદ્ધુના હસ્તક્ષેપ પર કટાક્ષ કરતા કેપ્ટને જણાવ્યું કે તેઓ સુપર સીએમ બની ગયા છે. સાથે જ તેમણે કેસી વેણુગોપાલ, અજય માકન અને સુરજેવાલા પર પણ નિશાન સાધ્યું છે.

ચન્નીને અનુભવહીન સીએમ ગણાવ્યા

અમરિંદર સિંહે માત્ર સિદ્ધુને જ નહીં પરંતુ પંજાબના નવનિયુક્ત મુખ્યમંત્રી ચરણજીત ચન્ની પર પણ નિશાન સાધ્યું. તેમણે જણાવ્યું કે ચન્નીને ગૃહ વિભાગ સંભાળવાનો કોઈ અનુભવ નથી, જે ખૂબ જ ચિંતાજનક છે કારણ કે પંજાબ પાડોશી પાકિસ્તાન સાથે 600 કિલોમીટરની સરહદ ધરાવે છે. જ્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પરિસ્થિતિ ગંભીર બની રહી છે.

સાથે જ તેમણે સિદ્ધુને ડ્રામેબાજ ગણાવ્યા અને જણાવ્યું કે રાહુલ-પ્રિયંકા હજુ સુધી અનુભવી નથી અને તેમને સલાહકારો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

પોતાની તાકાત વ્યક્ત કરતા કેપ્ટને જણાવ્યું કે હું એક સૈનિક છું અને મને ખબર છે કે કેવી રીતે કામ કરવું. તેમણે જણાવ્યું કે તેઓ સાત વખત વિધાનસભામાં અને બે વખત સંસદમાં પહોંચ્યા છે, આવી સ્થિતિમાં કંઇક તો સારું થશે. હાઈકમાન્ડના નિર્ણય પર સવાલ ઉઠાવતા અમરિન્દરે જણાવ્યું કે આપણા ધર્મમાં દરેકને સમાન આંખે જોવામાં આવે છે અને કોઈએ તેની જાતિ જોઈને ન્યાય ન કરવો જોઈએ, પરંતુ તેની ક્ષમતા જોવી જોઈએ. તેમનો ઈશારો પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની તરફ હતો.

Read Also

Related posts

રસીકરણમાં ભારતના માસ્ટરસ્ટ્રોક પર વિશ્વના સૌથી ધનિક મનુષ્ય થયા ફિદા, આખી દુનિયાને આપી આપણી પાસેથી કંઈક શીખવાની સલાહ

Pritesh Mehta

TET 2021 Rescheduled : શિક્ષક પાત્રતા પરીક્ષાની નવી તારીખો થઇ જાહેર, આ તારીખે મળશે એડમિટ કાર્ડ

Vishvesh Dave

G20 સંમેલનમાં ભાગ લેશે પીએમ મોદી, 27થી 31 ઓક્ટોબર દરમ્યાન જશે ઈટાલીના પ્રવાસે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!