અહેમદ પટેલ એવા નેતા હતા કે જેમણે ઇંદિરા, રાજીવ અને સોનિયા ગાંધી સાથે રહીને વર્ષો સુધી કોંગ્રેસને મદદ કરી. ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીએ ૧૯૮૫માં કમાન સંભાળી ત્યારે અહેમદ પટેલને વડા પ્રધાનના સંસદીય સચીવ બનાવ્યા. અહેમદ પટેલની સાથે અન્ય બે અરુણસિંહ, ઓસ્કર ફર્નાન્ડિંસને પણ રાજીવ ગાંધીએ પીએમના સંસદ સચીવ બનાવ્યા હતા. જેને પગલે અહેમદ પટેલ, અરુણ સિંહા અને ઓસ્કર ફર્નાંડિસ ત્રણેયને બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ અમર, અકબર, એંથની સાથે પણ જોડીને જોવામાં આવતા હતા.

અહેમદ પટેલ, અરુણ સિંહા અને ઓસ્કર ફર્નાંડિસ ત્રણેયને બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ અમર, અકબર, એંથની સાથે પણ જોડીને જોવામાં આવતા
અમરના રુપમાં અરુણ સિંહ, અકબરના રુપમાં અહેમદ પટેલ અને એંથનીના રુપમાં ઓસ્કર ફર્નાંડિસ જોવામા ંઆવતા હતા. આ ત્રણેયની જોડી ભારે ચર્ચામાં રહી જેમણે રાજીવ ગાંધીને દરેક નિર્ણયોમાં મહત્વ પૂર્ણ ભૂમિકા નિભાવી મદદ કરી હતી. તેઓ રાજીવ ગાંધીના એટલા ખાસ હતા કે તેમના નિધન બાદ સોનિયા ગાંધીએ જ્યારે કોંગ્રેસની કમાન સંભાળી ત્યારે અહેમદ પટેલને પોતાના સલાહકાર બનાવ્યા હતા. ૨૦૦૧થી તેઓએ આ પદ સંભાળ્યું અને અંતિમ શ્વાસ સુધી તેઓ ગાંધી પરિવાર અને કોંગ્રેસને મદદ કરતા રહ્યા.
૨૮ વર્ષની ઉંમરે અહેમદ પટેલ સાંસદ બન્યા હતા
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ નાની વયે સાંસદ બન્યા હતા. ૨૧ ઓગસ્ટ ૧૯૪૯ માં ભરૂચ પાસે પીરામણ ગામમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વાર લોકસભા સાંસદ અને ચાર વાર રાજ્યસભાના સંસદ સભ્ય રહી ચૂક્યા હતા. અહેમદ પટેલ પહેલીવાર ૧૯૭૭માં ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડયા હતા. તે વખતે અહેમદ પટેલ ની ઉંમર ૨૮ વર્ષ ની હતી. લોકસભાની આ ચૂંટણી અહેમદ પટેલ ૬૨ હજાર જેટલા મતોથી જીત્યા હતા. તેઓ ૨૮ વર્ષની વયે સંસદ સભ્ય બન્યા હતા. જો કે, અહેમદ પટેલ વર્ષ ૧૯૮૦માં ભરૂચ બેઠક પર જ ૮૨ હજાર મતોથી વિજયી બન્યા હતા.જ્યારે વર્ષ ૧૯૮૪માં આ જ બેઠક પરથી ૧,૨૩ લાખ મતોથી વિજયી થયા હતા
READ ALSO
- હોલિવૂડમાં લગનીયા લેવાયા: જગપ્રખ્યાત મોડલ પામેલાએ છઠ્ઠીવારમાં કર્યા લગ્ન, આ વખતે પોતાના જ બોડીગાર્ડને બનાવ્યો મનનો માણિગાર
- પત્ની હતી ગર્ભવતી આવેશમાં આવીને પતિએ કર્યું એવું કામ કે પોલીસે ધકેલી દીધો જેલના સળિયા પાછળ
- ચકચાર/ અમેરિકામાં એક ભારતીય તબીબે એક મહિલા ડોક્ટરની ગોળી મારીને જાતે કરી લીધો આપઘાત, કેન્સરથી હતા પીડિત
- જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલનો આતંક: કરાવ્યું ફાયરિંગ, પોલીસે 4 ઈસમો સામે ગુનો નોંધ્યો
- પ્રભૂતામાં પગલા: ભારતીય ટીમના ઓલરાઉન્ડ વિજય શંકરે મંગેતર વૈશાલી સાથે સાત ફેરા લઈ નવા જીવનની કરી શરૂઆત