GSTV

અમાલ મલિકે નેપોટિઝમ પર કહ્યું: “સલમાનને મળવા માટે અમારે પણ 7 કલાક રાહ જોવી પડી હતી.”

Last Updated on July 7, 2020 by Mansi Patel

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં નેપોટિઝમની ચર્ચા શરૂ થઈ છે જે હવે બંધ થવાનું નામ નથી લેતી. સોશિયલ મીડિયા પર ઘણી જાણીતી હસ્તીઓને નિશાન બનાવવામાં આવી છે, જે એક જાણીતા ફિલ્મ પરિવારમાંથી આવે છે. બીજી તરફ એવા કલાકારોએ પણ ખુલીને બોલવાનું શરૂ કર્યું છે કે જેમના નામની આગળ પ્રખ્યાત સરનેમ છે. બોલિવૂડમાં ટકી રહેવા માટેના તેમના સંઘર્ષ વિશે તેઓ વાત કરી રહ્યા છે. સિંગર-કમ્પોઝર અમાલ મલિકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જે લોકોની પાછળ ફક્ત એક નામ છે તેઓએ ખૂબ મેહનત કરવી પડે છે.

અમાલ મલિક હિન્દી ફિલ્મના ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અમાલ, ગાયક-અભિનેતા-સંગીતકાર ડબ્બુ મલિકનો પુત્ર અને અનુ મલિકનો ભત્રીજો છે. તેમના દાદા સરદાર મલિક 50 અને 60ના દાયકાના ખૂબ જ સફળ સંગીતકાર હતા. ઠોકર, ઓલાદ, સારંગા, બચપન અને જંતર મંતર જેવી ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું હતું.

એક વાતચીતમાં અમાલે કહ્યું કે મારા પિતા પ્રત્યેના આદરથી હું એમ કહેવા માંગુ છું કે તે બહુ મોટા સંગીતકાર ન હતા. જેટલી મારા કાકા(અનુ મલિક)એ સફળતા હાંસલ કરી છે  તેટલી જ સફળતા તેઓને મળી નથી. તેથી  એવું નહોતું કે તેમના એક  ફોન કોલથી મને કામ મળી ગયું. તેમણે પોતાના ભાગનું કામ કર્યું અને તે સફળ પણ રહ્યા. સલમાનને મળવા અમારે સાત કલાક સુધી રાહ જોવી પડી હતી. જ્યારે અરમાને (અમલનો ભાઈ) વિશાલ દદલાની માટે પ્રથમ ગીત ગાયું, ત્યારે વિશાલને ખબર પણ ન હતી કે તે ડબ્બુ મલિકનો પુત્ર છે. તેને તક એટલે નહતી મળી કે તે એક પ્રખ્યાત વ્યક્તિનો પુત્ર હતો.

READ ALSO

Related posts

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે આ વસ્તુનું સેવન, કરો ઉપયોગ અને મેળવો તુરંત લાભ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!