અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પુર્વ પ્રમુખ ડોક્ટર મોન દેસાઈએ જણાવ્યું હતું કે મોટા બાળકો માટે શાળા શરૂ કરવી બરાબર છે પરંતુ નાના ભૂલકાઓ માટે ફીઝીકલી શાળા શરૂ કરવી હિતાવહ નથી. થર્ડ વેવની શક્યતા સેવાઇ રહી છે, બીજીબાજુ મહારાષ્ટ્ર કરેલ સહિત અન્ય રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. મોના દેસાઈએ વધુમાં કહ્યું કે સરકારે રાહ જોવાની નીતિ અપનાવવી જોઈએ નાના બાળક કોવીડ ગાઇડલાઇનનું પાલન કરી શકે તેમ હોતા નથી.

રાજ્યમાં કોરોનાના કેસો ઘટી ગયા છે. ફરીથી જિંદગી પૂર્વવત થઈ રહી છે. ત્યારે હવે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવા પર શિક્ષણ પ્રધાનએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, ‘કોર કમિટી અને આરોગ્ય વિભાગની બેઠક તેમજ શિક્ષણવિદોની સલાહ બાદ અમે યોગ્ય નિર્ણય કરીશું. પહેલાં કોલેજ બાદમાં ધોરણ 10થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતાં તેમજ ગત અઠવાડીયામાં ધોરણ 6, 7 અને 8ના વર્ગો ખોલવામાં પણ સફળ રહ્યાં છીએ. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલી રહ્યાં છે તો બીજી તરફ શિક્ષકો પણ ઉત્સાહથી ભણાવી રહ્યાં છે. ત્યારે આગામી તબક્કામાં કોર કમિટીમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા અંગે વિચાર કરીશું. એ માટે આરોગ્ય અને શિક્ષણવિદોની સલાહ પણ લઈશું.’
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો તો 2જી સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરી દેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. તદુપરાંત ધોરણ 9થી 12ના વર્ગો પણ શરૂ છે. જો કે, શાળામાં ચુસ્તપણે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શાળામાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો આદેશ અપાયો છે તેમજ સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે. ત્યારે હવે રાજ્ય સરકારે ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવા અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું છે.
આ સિવાય રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં તમામ શાળા-કોલેજોમાં વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરાશે. 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સહિતના સ્ટાફ અને તેમનાં પરિવારજનો પણ આ કેમ્પમાં રસી મેળવી શકશે. તમને જણાવી દઇએ કે, રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો.
ALSO READ
- સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે
- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ
- નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું
- જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ
- નકલી પોલીસથી બચવા નદીમાં કૂદ્યો પણ રામ રમી ગયા, પાણીમાંથી મળી લાશ