GSTV

Lal Book/ અશુભ હોય છે આવું ઘર, મકાન ખરીદવા અથવા બનાવવા પહેલા જરૂર જાણી લો આ વાત

ઘર

Last Updated on September 18, 2021 by Damini Patel

વ્યક્તિની મહેનત અને કિસ્મત જેટલી મહત્વની હોય છે એટલું જ મહત્વનું ઘરનું વાસ્તુ હોય છે. જો વ્યક્તિના ઘરની લોકેશન આ અને વાસ્તુ યોગ્ય હોય તો કમજોર ગ્રહો પણ ફળ આપે છે નહી તો વાસ્તુ વાળું ઘર પણ સૌભાગ્યને દુર્ભાગ્યમાં ફેરવી દે છે. લાલ બુકમાં ઘરને લઇ કેટલીક જરૂરી વાતો જણાવવામાં આવી છે. જેને ઘર ખરીદતી સમયે ધ્યાન રાખવું જોઈએ.

દક્ષિણમુખી ઘર લેવાથી બચો

ક્યારે પણ દક્ષિણમુખી ઘર નહિ લેવું જોઈએ. એવું ઘર શુભ માનવામાં આવતું નથી, એવું ઘર લઇ લીધું છે તો એનો મુખ્ય દ્વાર બદલી ઉત્તર અથવા પૂર્વમાં કરી દો.

ઘર પાસની ગલી બંધ ન કરો

જો ઘરની આજુબાજુ અથવા પાછળ ગલી હોય તો હંમેશા એને ખુલ્લી રાખો. એને વૃક્ષ અથવા કોઈ પણ અન્ય રીતે બંધ ન કરો. એવું કરવાથી સંતાન-તરક્કી અટકી જાય છે. જો ગલી પહેલાથી બંધ છે તો દર વર્ષે ત્યાંથી પાણીમાં 5 કિલો અડદની દાળ નાખી ત્યાંથી વહાવી દેવું જોઈએ.

વાસ્તુ

સીડી

ઘરની વાસ્તુ અનુસાર સીડી સાચી દિશામાં યોગ્ય રીતે બનાવો. તેમની નીચે રસોડું કે બાથરૂમ ન બનાવો. ઉપરાંત, સીડીનું દરેક પગથિયાની ઊંચાઈ સમાન હોવું જોઈએ અને તેમની સંખ્યા વિષમ હોવી જોઈએ.

ઘર શનિ, રાહુ-કેતુ દોષોથી મુક્ત હોવું જોઈએ

શનિ, રાહુ, કેતુનો ઘરમાં ખરાબ પ્રભાવ ન પડવો જોઈએ. એટલે કે ઘરની નજીક કિકર, કેરી અને ખજૂરનું ઝાડ ન હોવું જોઈએ. ઘરની નજીક દારૂ-માંસાહારની દુકાન ન હોવી જોઈએ. ઘર સંપૂર્ણપણે અલગ વિસ્તારમાં ન હોવું જોઈએ. તેમજ ઘરની નજીક કેક્ટસ-બાવળના વૃક્ષો ન હોવા જોઈએ. ભોંયરું ધરાવતું ઘર પણ સારું નથી.

શૌચાલય સાફ રાખો

શૌચાલય હંમેશા સાફ રાખો, નહીંતર તમારે રાહુના પ્રકોપનો સામનો કરવો પડશે.

(નોંધ: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માહિતી અને ધારણાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતું નથી.)

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!