GSTV

IPLની શરૂઆત અગાઉ રોહિત શર્માએ કહ્યું – કોની વિરુદ્ધ રમવું વધારે ગમે છે

IPLની 13મી સિઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ  અને ચેન્નાઈ સુપર કિંગ્સ એકબીજા સામે ટકરાશે. આ મેચ આજે એટલે કે શનિવારે અબુધાબીના શેખ જાયેદ સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રથમ મેચ અગાઉ મુંબઇના કેપ્ટન રોહિતે કહ્યું છે કે તે હંમેશા મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈની સામે રમવાનું પસંદ કરે છે.

આ બંને ટીમો વચ્ચે જ છેલ્લી આઈપીએલ સિઝનની ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં મુંબઇએ જીતી હાંસલ કરીને ચોથી વખત ટ્રોફી પર કબ્જો કર્યો હતો.રોહિતે મુંબઈ ઈન્ડિયન્સના ટવિટર હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં કહ્યું છે કે ‘ચેન્નાઈ સામે રમવાની હંમેશા મજેદાર હોય છે, અમે આ લડતનો આનંદ માણીએ છીએ. પરંતુ જ્યારે અમે મેચ રમીએ છીએ ત્યારે તે બાકીની વિરોધી ટીમની જેમ જ એક ટીમ છે. અમે આવી જ રીતે આગળ વધીએ છીએ અને કોઈ પણ વિરોધી ટીમ પ્રત્યે ઈમોશનલ વલણ નથી અપનાવતા.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કહ્યું કે આ મુકાબલો બે સૌથી વધુ લોકપ્રિય ટીમ વચ્ચેનો છે. હાર્દિકે કહ્યું, ‘આ તે મેચ છે જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તે ફ્રેન્ચાઇઝી છે, જેને ફેન્સ સૌથી વધુ પ્રેમ કરે છે અને તેથી જ આ મેચ ખાસ બની જાય છે.’

READ ALSO

Related posts

IPL 2020: કોલકાતા નાઇટ રાઇડર્સ માટે હવે બાકી રહેલી મેચમાં કપરા ચઢાણ, આ છે કારણ

Bansari

Bank Holiday: નવેમ્બરમાં 15 દિવસ બંધ રહેવાની છે બેન્કો, આ તારીખોમાં જ પતાલી લો તમારા મહત્વના કામ

Bansari

સુશાંતના મિત્રએ બોમ્બે હાઈકોર્ટમાં કરી અરજી, દિશા સાલિયાન કેસમાં CBI તપાસની કરી માગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!