GSTV
Home » News » રાજસ્થાનના અલવરમાં લવજેહાદને મામલે તણાવ

રાજસ્થાનના અલવરમાં લવજેહાદને મામલે તણાવ

રાજસ્થાનના અલવરમાં લવજેહાદનો મામલો સામે આવ્યા બાદ તણાવનો માહોલ છે. અલવરના રામગઢ પોલીસ સ્ટેશન હેઠળના જુગરાવર નજીક શનિવારે લવ જેહાદને લઈને હિંદુ મહાસભા દ્વારા મહાપંચાયતની બેઠક યોજાઈ હતી. આ મામલામાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થવાને કારણે મહાપંચાયતની બેઠક યોજાઈ હતી.

મહાપંચાયતમાં હાજર લોકોએ પોલીસ અને પ્રશાસનને ઘટનાસ્થળે બોલાવીને વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ પ્રશાસન અહીં પહોંચ્યું નહીં અને તેને કારણે ગ્રામીઓ દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. રોડ ખોલાવવા માટે પોલીસ અહીં આવી, તો ગ્રામીણોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને ખદેડયા હતા. જેના કારણે ગુસ્સે ભરાયેલા ગ્રામીઓએ બાઈકની આગચંપી કરી અને તોડફોડ પણ કરી હતી.

ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રકમાં આગચંપીની કોશિશ કરી, પરંતુ પોલીસે ટ્રકને ચાવી લીદી હતી. વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે અને વધારે પોલીસ કુમકોની તેનાતી કરવામાં આવી છે. આ મામલો લવ જેહાદનો છે. આરોપ છે કે એક સમુદાયના યુવક દ્વારા હિંદુ યુવતીને ભગાડી જવામાં આવી હતી. આ મામલામાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં.

આ મામલે જુગરાવર નજીક હિંદુ મહાસભા દ્વારા મહાપંચાયત કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે અલવરના રામગઢમાં થોડા મહિનાઓ પહેલા ગો-તસ્કરી અને મોબ લિંચિંગની ઘટનાઓ દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યા હતા. પહલુ અને રકબર ખાન પણ અલવરમાં આ વિસ્તારમાં જ ભીડનો શિકાર બન્યા હતા.

Related posts

પોરબંદરના લોકમેળામાં લોકોની સુરક્ષા માટે પોલીસે બનાવ્યો આ ફૂલપ્રૂફ એક્શન પ્લાન

Nilesh Jethva

જાણો શા માટે પ્રેગ્નેટ પુરૂષ ટ્રાંસજેંડર્સમાં ડિપ્રેશનનો ખતરો વધુ પ્રમાણમાં હોય છે?

Kaushik Bavishi

ISROના અધ્યક્ષ સિવાનને અનોખી સિદ્ધિ માટે મળ્યો કલામ પુરસ્કાર, તામિલનાડુ સરકારે કર્યા સન્માનિત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!