GSTV
India News Trending

70 વર્ષની મહિલાએ બાળકને આપ્યો જન્મ, લગ્નના 54 વર્ષ પછી ઘરના આંગણામાં ખુશીઓ છલકાઈઃ 75 વર્ષે બન્યા બાપ બન્યાનો આનંદ

રાજસ્થાનના અલવર જિલ્લામાં 70 વર્ષની એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. મહિલાના પતિની ઉંમર 75 વર્ષ છે. આ કપલના લગ્ન લગભગ 54 વર્ષ પહેલા થયા હતા. પરંતુ કુદરત રૂઠેલી હતી તો આંગણામાં નાના બાળકની કિલકારી ગુંજતી ન હતી. પરંતુ આધુનિક ટેકનોલોજી આવ્યા પછી આ દંપતિના આંગણું નાના બાળકની કિલકારીથી ગૂંજી ઉઠ્યું છે. આ દંપત્તિએ IVF ટેકનીકની મદદથી બાળકને જન્મ આપતાં દંપતીની ખુશીની કોઈ સીમા ન રહી. જો કે ડોકટરોના જણાવ્યા મુજબ, આ ઉંમરે મહિલાના ગર્ભવતી હોવાને કારણે ઘણી આશંકાઓ હતી, પરંતુ અંતે બધું બરાબર થઈ ગયું.

અલવરમાં ઈન્ડો આઈવીએફ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના વૈજ્ઞાનિક ડાયરેક્ટર અને એમ્બ્રોલોજિસ્ટ ડૉ. પંકજ ગુપ્તાએ જણાવ્યું હતું કે ચંદ્રાવતી અને ગોપી સિંહ દંપતી ઝુંઝુનુ જિલ્લાના સિંધાના ગામના રહેવાસી છે. ચંદ્રાવતીની ઉંમર લગભગ 70 વર્ષની અને ગોપી સિંહની ઉંમર 75 વર્ષની છે. લગ્ન બાદ સંતાન ન થવાથી નાખુશ આ દંપતિએ ઘણી જગ્યાએ સારવાર કરાવી પરંતુ તેમને ખુશી ન મળી. કહેતાં કંઈ કેટલાય ઉપાયો કર્યા છતાં સફળતા ન મળી.

IVF પ્રક્રિયા દ્વારા ત્રીજા પ્રયાસમાં ગર્ભવતી થઈ શકી

લગભગ દોઢ બે વર્ષ પહેલા તેઓ આ આઈવીએફ સેન્ટર સુધી પહોંચ્યા. જે પછીથી અહીં મહિલાની સારવાર કરવામાં આવી હતી. ચંદ્રાવતી દેવી 9 મહિના પહેલા IVF પ્રક્રિયા દ્વારા ત્રીજા પ્રયાસમાં ગર્ભવતી થઈ શકી હતી. એ સમયે ખુશી તો હતી જ, પણ ડર પણ એટલો જ હતો કે આટલી મોટી ઉંમરે પ્રેગ્નન્સીને 9 મહિના સુધી લઈ જવામાં આવશે અને એ પછી સફળ ડિલિવરી થઈ શકશે કે નહીં. પરંતુ આખરે સોમવારે બધું શક્ય બન્યું. હાલ બાળક અને માતા બંને સ્વસ્થ છે.

નવો કાયદો જૂન 2022થી અમલમાં આવ્યો

ગુપ્તાના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2021 અને જાન્યુઆરી 2022માં ભારતીય સંસંદમાં એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો. તે જૂન 2022 થી અમલમાં આવ્યો છે. જે મુજબ હવે કોઈપણ IVF વંધ્યત્વ કેન્દ્ર 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને પુરુષોને સારવાર આપી શકશે નહીં, ન તો આવી મોટી ઉંમરના લોકો સારવાર લઈ શકશે. પરંતુ આ દંપતીનું નસીબ છે કે દંપતી આ કાયદાના અમલમાં આવવાના થોડા સમય પહેલા જ તેની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યા હતા. અર્થાત પ્રેગ્નન્સી રહી ચૂકી હતી. અને તેઓ આ ઉંમરે માતા-પિતા બની ગયા.

40 વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા ગોપીસિંહ

ગોપી સિંહ નિવૃત્ત સૈનિક છે. તેમને સેનામાંથી નિવૃત્ત થયાને 40 વર્ષ થઈ ગયા છે. બાંગ્લાદેશ યુદ્ધમાં ગોપી સિંહને પણ ગોળી વાગી હતી. લગ્નના લગભગ સાડા પાંચ દાયકા બાદ હવે તેમના ઘરમાં દીવો પ્રગટાવવામાં આવ્યો છે. સુખની ભેટ આવી છે. સંયોગની વાત છે કે ચંદ્રાવતીનું સિઝેરિયન ઓપરેશન કરનાર ડૉક્ટર કર્નલ રીના યાદવ પણ સૈનિક છે.

Related posts

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

Hemal Vegda

BIG BREAKING: નેપાળના બારા જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત, 16ના કરૂણ મોત 24 લોકો ઘાયલ

pratikshah

સુએલા બ્રેવરમેને જ ભારત સાથે બ્રિટનના મુક્ત વેપાર કરારનો કર્યો વિરોધ, કહ્યું-દેશમાં ભારતીય ઈમિગ્રન્ટ્સ વધશે

Hemal Vegda
GSTV