GSTV
Gujarat Government Advertisement

બનાવો આ ટેસ્ટી શાક, મોટા તો ઠીક બાળકો પણ આંગળા ચાટીને ખાશે એની ગેરેન્ટી

Last Updated on September 11, 2019 by Bansari

દેખાવમાં બટેટા જેવું દેખાતી અળવી એક પ્રકારનું કંદ છે. આમ તો આ કંદ મોટાભાગના લોકોને ભાવતું નથી પરંતુ જો તેનો ઉપયોગ કરી આ રીતે ટેસ્ટી શાક બનાવશો તો તેને લોકો આંગળા ચાટી ચાટી અને ખાશે. તો નોંધી લો અળવીનું ટેસ્ટી શાક બનાવવાની રેસિપી.

સામગ્રી

અળવી- 259 ગ્રામ

ચણાનો લોટ – 2 ચમચા

લાલ મરચું – 1 ચમચી

ધાણાજીરું – પા ચમચી

આમચૂર પાવડર – પા ચમચી

હળદર પાવડર – પા ચમચી

શેકેલું જીરું પાવડર – જરૂર અનુસાર

નમક – સ્વાદાનુસાર

હીંગ- ચપટી

તેલ – 1 ચમચી

વધાર માટે

તેલ – 1 ચમચી

અજમો – અડધી ચમચી

જીરું – અડધી ચમચી

લીલા મરચાં – 1 

લીંબુનો રસ – 2 ચમચી

રીત

સૌથી પહેલા અળવીને ધોઈ અને કુકરમાં નમક ઉમેરી એક સીટી થાય એટલીવાર બાફો. ત્યારબાદ ગેસ ઓફ કરી તેને ઠંડી થવા દો. ઠંડી થાય ત્યારબાદ તેની છાલ કાઢી અને તેને ટુકડામાં સમારી લો. હવે એક પ્લેટમાં ચણાનો લોટ, લાલ મરચું સહિતના સુકા મસાલા ઉમેરો અને સારી રીતે મીક્સ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં થોડા થોડા અળવીના ટુકડા ઉમેરી અને તેને ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળી લો. હવે બીજા એક પેનમાં વધાર માટે તેલ ગરમ કરી અને તેમાં રાઈ, જીરું, મરચાંનો વધારે કરો અને તેમાં અળવી અને તૈયાર કરેલો મસાલો ઉમેરી બરાબર મિકસ કરો. 5 મિનિટ સુધી તેને ધીમા તાપે હલાવતા રહો અને છેલ્લા લીંબુનો રસ ઉમેરી ગરમા ગરમ સર્વ કરો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Sugarcane Juice/ લીવર માટે વરદાન છે શેરડીનો રસ, જાણો એના 7 મોટા ફાયદા

Damini Patel

જ્યોતિષ: આ રાશિની મહિલાઓ બને છે સારી એવી લીડર, દુનિયાના ટોપ પદ પર કબ્જો જમાવાની ધરાવે છે ક્ષમતા

Pravin Makwana

શું ડાયાબિટીસના દર્દીઓ રસદાર ફળ કેરીનો સ્વાદ માણી શકે? જાણો કેટલી માત્રામાં ખાવું જોઈએ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!