GSTV

સાવધાન! શું તમે જમાવાનું પેક કરવા માટે કરો છો એલ્યુમિનિયમ ફોલનો ઉપયોગ, તો થઈ જશો આ બિમારીના શિકાર

શું તમે તમારું જમાવનું એલ્યુમિનિયમ ફોલમાં પેક કરો છે, તો થઈ જજો સાવધાન! કારણ કે, એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, એલ્યુમિનિયમ પેકેજિંગમાં રાખવામાં આવેલ ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી તમારી સેહત ખરાબ થઈ શકે છે. શરીરમાં એલ્યુમિનિયમ કંપાઉન્ડના ઉચ્ચ સ્તરના કારણે ન્યૂરોટિક્સ ડેવલોપમેન્ટ ડિસઓર્ડરની સાથે કિડની, લિવર અને હાડકાઓને નુકસાન પહોંચાડી શકે છે.

જર્મનીના ફેડરલ ઈન્સ્ટીટ્યુના રિસ્ક અસેસમેન્ટના સંશોધન કર્તાઓએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, ખાદ્ય પદાર્થો થકી શરીરમાં પહોંચનાર એલ્યુમિનિયમ કમ્પાઉન્ડની માત્રાનું મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જો કે, સંશોધન કર્તાઓએ પહેલાની તુલનામાં પોતાના રીસર્ચમાં એલ્યુમિનિયમની માત્રા ઓછી જોવા મળી છે, પંરતુ તેમાં જો કોસ્મેટિક જેવા ઉત્પાદનોને જોડી દેવામાં આવે તો,શરીરમાં તેનું પ્રમાણ વધી શકે છે. સંશોધકોએ ખાસ સલાહ આપી છે કે, એસિડિક અને મીઠાવાળા ખોરાકને એલ્યુમિનિયમ ફોલમાંન રાખવા.

તાજેતરના સંશોધન મુજબ, જો તમે લાંબા સમય સુધી એલ્યુમિનિયમના વાસણોમાં બનાવેલો ખોરાક અથવા એલ્યુમિનિયમ ફોલમાં વીંટેલો ખોરાક ખાઓ છો, તો પુરુષોમાં વંધ્યત્વની સમસ્યામાં વધી શકે છે. સંશોધનમાં 60 થી વધુ સહભાગીઓના શુક્રાણુઓના નમૂનાઓનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે, તેમના વીર્યમાં વધુ એલ્યુમિનિયમ માત્રા મળી આવી છે, જેનાથી શુક્રાણુઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે અને પુરુષ વંધ્યત્વ થઈ ગયો છે.

સાથે જ કિડની અને હાડકાઓની બીમારીનો પણ સામનો કરવો પડે છે. જો તમે દરરોજ એલ્યુમિનિયમના વાસણમાં જમવાનું બનાવો છો તો, તમારી આ આદતને છોડી દેજો, કારણ કે, તેનાથઈ તમારુ શરીર કમજોર થઈ શકે છે. તમારા હાડકાઓનો વિકાસ અટકી જાય છે અને તમે ધીરે ધીરે કમજોર થઈ જાવ છો.

READ ALSO

Related posts

કોરોનાનો કહેર: દેશમાં લોકડાઉન વચ્ચે કોરાના સંક્રમિતની સંખ્યામાં સતત વધારો

pratik shah

Coronaએ આ દેશમાં ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ: 24 કલાકમાં 151ના મોત, 2400 નવા કેસ

Bansari

પહેલા થાળી-ચમચી હવે દિવો, Corona સામેની લડાઈમાં દિકરાની સાથે ઉભા છે PMના માતા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!