GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

એલ્ટિકો ફરી થશે ડિફોલ્ટ…, બે અઠવાડિયામાં કરોડો ચૂકવશે

એલ્ટિકો કેપિટલ વ્યાજની ચૂકવણીમાં ડિફોલ્ટર થયા બાદ નોન બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટર (NBFC)માં નાણાંકીય કટોકટી ગંભીર બની રહે છે. કારણ કે ફ્લિપકાર્ટના સહ-સ્થાપક સચિન બંસલ અને રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડસ સહિતના સંસ્થાકીય રોકાણકારો જેમણે એલ્ટિકોના બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તેઓ ડિફોલ્ટરની આશંકાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. કારણ કે આગામી સપ્તાહમાં એલ્ટિકો કેપિટલે બોન્ડની બે સિરિઝમાં રૂ.95 કરોડનું રિપેમેન્ટ કરવાનું છે. ઇન્ડિયા રેટિંગ્સના મતાનુસાર એલ્ટિકો કેપિટલના રૂ.1808 કરોડના બોન્ડ્સ મે 2020 સુધી પરિપક્વ થશે. જૈ પાકીના મોટાભાગના 2020થી 2021ની વચ્ચે મેચ્યોર થશે. તે ઉપરાંત લોનની કેટલીક શરતો તૂટવાથી બીજા ઇન્ક્રિમેન્ટલ રિપેમેન્ટની આવશ્યકતા પડી શકે છે. આવું થાય તો ડેટ ઇન્વેસ્ટર્સનું સેન્ટિમેન્ટ વધુ નબળું પડી શકે છે. એલ્ટિકોના 26 અને 29 સપ્ટેમ્બરે મેચ્યોર થનાર 95 કરોડ રૂપિયાના બોન્ડ્સ ગત વર્ષે માર્ચ અને જૂનમાં પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફતે વેચવામાં આવ્યા હતા. ફંડ હાઉસિસ અને હાઇ નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલે 10.5 ટકા સુધીની યિલ્ડ વાળા આ શોર્ટ ટર્મ પેપર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.

મુંબઇની વિસ્ત્રા ITCL આવા બોન્ડ્સ માટેનું ટ્રસ્ટી કે કસ્ટોડિયન છે. તે ઉપરાંત 30 કરોડ રૂપિયાના બોન્ડ ચાલુ વર્ષે 29 ડિસેમ્બરના રોજ પરિપક્વ થશે. એક ભારતીય ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે કહ્યું કે, ટોચના રોકાણકારોનું પીછબઠ ધરાવતી કંપની જો પોતાના દેવાની ચૂકવણીમાં નિષ્ફળ રહેશે તો હાલ જે નાણાંકીય સંકટ દેખાઇ રહ્યું છે તે વધુ ગંભીર બની શકે છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં ધિરાણની શક્યતાઓ શોધનાર એલ્ટિકોને ક્લિયરવોટર કેપિટલ પાર્ટનર્સ, વર્ડે પાર્ટનર્સ અને અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલનો સપોર્ટ મળી રહે છે. તેણે શુક્રવારે કહ્યું કે IFCL લિમિટેડમાંથી મેળવીલી શોર્ટ ટર્મ ફેસેલિટીના સંબંધમાં 85.78 લાખ રૂપિયાની વ્યાજની ચૂકવણીમાં સક્ષમ નથી. ગત ગુરવારે જ એલ્ટિકો કેપિટલ દુબઇની મશરેક બેન્કને રૂ. 19.97 કરોડની વ્યાજની ચૂકવણીમાં ડિફોલ્ટ થઇ હતી. એલ્ટિકો કેપિટલે ગત સપ્તાહે એક્સચેન્જને કરેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, અમારી તરફથી રિપેમેન્ટ ન કરાતા અમારા દ્વારા ઇશ્યૂ કરાયેલા નોન- કન્વર્ટિબલ ડેટ સિક્યોરિટીઝ પર ઇન્ટરેસ્ટ રિપમેન્ટ/ રિડમ્પશ સાથે જોડાયેલી જવાબદારી વધી શકી છે અને સમયસર રિપેમેન્ટમાં ડિફોલ્ટ થવાની શક્યતાઓ વધશે. ઇન્ડિયા રેટિગ્સે વ્યાજની ચૂકવણી ન કરતા એલ્ટિકો કેપિટલની ડેટને ડાઉનગ્રેડ કરી ‘D’ એટલે કે ડિફોલ્ટર ગ્રેડમાં ધકેલી દીધી છે. કેટલાંક રોકાણકારોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, એલ્ટિકો રેટિંગ એજન્સીને સાચી માહિતી આપી રહી છે કે નહીં. 3 સપ્ટેમ્બરે ઇન્ડિયા રેટિંગ્સે એલ્ટિકો કેપિટલ ઇન્ડિયા લિમિટેડનું ડેટ સંબંધિત ક્રેડિટ રેટિંગ નેગેટિવ આઉટલુકની સાથે ‘IND AA-‘ થી ડાઉનગ્રેડ કરીને ‘IND A+’ કરી નાંખ્યું હતું. રેટિંગ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, જૂન 2019ના અંતમાં લિક્વિડિટી રિઝર્વ એટલું જ હતું કે જેનાથી માત્ર સાડા ચાર મહિનાનું દેવું ચૂકવી શકાય. 4 સપ્ટેમ્બરે એલ્ટિકો એ તેના ધિરાણકર્તાઓને કહ્યું હતું કે, તેમની પાસે 515 કરોડ રૂપિયાની રોકડ છે. એક મોટા સંસ્થાગત રોકાણકારે કહ્યું કે, માત્ર એક જ સપ્તાહમાં કંપનીની સ્થિતિ એવી થઇ ગઇ છે કે તે રૂ.21 કરોડ પણ ચૂકવી શકી નથી ત્યારે આટલી જંગી રકમ કેવી રીતે ચૂકવશે તે અંગે ચિંતા સર્જાઇ છે.

Read Also

Related posts

30 વર્ષની ઉંમર પહેલા જરૂર કરવું જોઈએ આ 3 જગ્યા પર રોકાણ, ભવિષ્યમાં આપશે ઢગલો લાભ

Arohi

આ સરકારી બેંકમાં મળશે બહુજ સસ્તી લોન, ગ્રાહકોને આકર્ષવા માટે લઈને આવી નવી સ્કીમ

Mansi Patel

રિલાયન્સની મોડલ ઈકોનોમી ટાઉનશિપમાં જાપાની કંપની ટીસુજુકી કરશે રોકાણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!