GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

જેતપૂરના ખેડૂતોના હાલ બેહાલ, ડેમમાં લાખો લીટર પાણી હોવા છતા નથી કરી શકતા ઉપયોગ

ખેડૂતો સરકાર પાસે છેલ્લા ઘણા સમયથી સિંચાઇ માટે પાણીની માંગણી કરી રહ્યા છે પરંતુ સરકારે ખેડૂતોને આપવાનું પાણી જેતપુરના ઉદ્યોગપતિઓને આપી દીધું અને આ ઉદ્યોગપતિઓએ કેમિકલયુક્ત પાણીનું શુદ્ધિકરણ કર્યા વગર સીધું જ ભાદર નદીમાં છોડી દીધું. પરિણામે ખેડૂતો તેમની નજર સામે જ પાણીથી છલોછલ ભરેલા ચેકડેમો તો જુએ છે પરંતુ સિંચાઇ માટે ઉપયોગમાં લઇ શકતા નથી. આ વાતની જાણ સરકારને છે તેમ છતાં સરકાર આંખ આડા કાન કરી રહી છે.

નવાગઢથી ભાદર ડેમ-2 સુધી કુલ 8 ચેકડેમો આવેલા છે. જેમાં જેતપુરમાં 2, કેરલેશ્વર મંદિર પાસે એક, સરધારપુરમાં 3, કેરાણી અને લુણાગરા ગામ પાસે 1-1 ડેમનો સમાવેશ થાય છે પરંતુ તમામે તમામ ચેકડેમ વરસાદી પાણીથી નહીં પણ કેમિકલયુક્ત પાણીથી ભરેલા છે. દરેક ચેકડેમમાં પાણીનો જથ્થો પાંચથી છ એમસીએફટી ફૂટ છે. મતલબ કે આઠેય ચેકડેમોનું કુલ પાણી 40 થી 50 એમસીએફટી ફૂટ જેટલું થાય છે. જો આટલું શુદ્ધ પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવ્યું હોય તો પાંચથી સાત હજાર એકર જમીનમાં ડ્રિપ ઇરીગેસનથી સિંચાઈ થઇ શકે અને સરવાળે વીસથી પચીસ હજાર ખેતમજૂરોને રોજગારી પણ મળી રહે પરંતુ આટલું ગંદુ અને કેમિકલયુક્ત પાણી ખેડૂતો માટે કોઇ કામનું નથી.

પાણી વગર ટળવળી રહેલા ખેડૂતો નજર સામે છલોછલ પાણીથી ભરેલા ચેકડેમ નિહાળે છે પરંતુ સરકારના પાપે તે ઉપયોગમાં ન લઇ શકાતું હોવાથી સરકાર અને ઉદ્યોગપતિઓ પર નિસાસા નાંખી રહ્યા છે. જો કે કેટલાક ખેડૂતો નાછૂટકે આવું ગંદુ પાણી વાપરવા મજબૂર બન્યા છે. છેલ્લા 2 વર્ષથી ચોમાસું નબળું રહ્યું છે. ત્યારે ખેડૂતોએ સરકાર સમક્ષ માંગણી મુકી છે કે ડાઇંગ એસોસિએશન દ્વારા ચેકડેમોમાંથી આ કેમિકલયુક્ત અને પ્રદુષિત પાણી પમ્પિંગ કરી લેવામાં આવે અને શક્ય હોય તો તેનું શુદ્ધિકરણ કરી ખેડૂતોને ખેતી માટે આપવામાં આવે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!