એનપીએના બોજ હેઠળ દબાયેલી સરકારી બેંકો પરથી નાણાકીય સંકટ ઓછું કરવા કેન્દ્ર સરકારે વધુ ત્રણ બેંકોના વિલીનીકરણની જાહેરાત કરી છે. સરકારે બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંક એમ ત્રણેય બેંકોના વિલીનીકરણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ વિલીનીકરણ થયા બાદ તે ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી સરકારી બેંક બની જશે. નાણાપ્રધાન અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી છે. જેટલીએ જણાવ્યું કે સરકારે બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકનું પરસ્પર વિલીનીકરણ કરી દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે. આગામી દિવસોમાં ત્રણેય બેંકના વિલીનીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારી બેંકોની સંખ્યા ઓછી કરી તેની નાણાકીય ક્ષમતાને વધારવાનો તેમજ સંકટગ્રસ્ત ખાતાઓ ઘટાડવાનો કેન્દ્ર સરકારને ઉદ્દેશ છે.
Alternative Mechanism under FM suggests @bankofbaroda, @VijayaBankIndia & @dena_bank to consider amalgamation; to create India’s 3rd largest globally competitive Bank @PMOIndia @FinMinIndia @PIB_India @DDNational @DDNewsLive pic.twitter.com/yGGtsN2eCA
— Rajeev kumar (@rajeevkumr) September 17, 2018
અા બેન્કો હવે ભૂતકાળ બની જશે. અેક હતી બેન્ક અોફ બરોડા અને અેક હતી દેના બેંક. બેંકોઅે અાડેધડ લોનો અાપતાં હાલમાં બેન્કોનું અેનપીઅે અેટલું વધી ગયું છે. બેન્કો અા બોજ સહન કરી શકે તેમ નથી. કોંગ્રેસ અને બીજેપીના શાસનમાં છેલ્લાં અેક દાયકામાં બેન્કોમાંથી લોનો લઇ કોંભાંડીઅો વિદેશ ભાગી ગયા છે. નીરવ મોદી અને વિજય માલ્યા તેના તાજા ઉદાહરણ છે. સહારા પુરિવાર સહિત દેશના અેક પણ અેવા ઉદ્યોગપતિ નથી જે બેન્કોના દેવાંનાં ચૂંગાલમાં ફસાયા ન હોય. વીડિયોકોનથી લઇને દેશની મોટીમોટી કંપનીઅો હાલમાં બેન્કના કરજમાં ડૂબેલી છે. અાજે સરકારે અેક મોટો નિર્ણય લઇને ત્રણ બેન્કોને મર્જ કરી દીધી છે. જેને પગલે દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેન્ક હવે ઉભી થશે.