GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

PUBG બૅન થાય તો આ રહ્યાં 5 શાનદાર ઓપ્શન્સ, ચેક કરી લો ગેમ્સની લિસ્ટ

pubg

ભારત સરકારે અનેક ચીની એપ્સને બેન કરી દીધી છે અને હવે PUBG મોબાઇલ બેન થવાની ખબરો સામે આવી રહી છે. PUBG સ્માર્ટફોન પર રમાતી સૌથી વધુ પોપ્યુલર બેટલ રોયલ ગેમ્સમાંથી એક છે. PUBG Mobile આકર્ષક હોવાની સાથે ગ્રાફિક્સના મામલે બહેતર છે. ગેમર્સ માટે હજુ પણ PUBG મોબાઇલ લોકપ્રિય છે પરંતુ જો આ ગેમ પર બેન લાગે તો ગેમિંગ માટે શોખીન લોકો પાસે કયા વિકલ્પ હશે, અમે આજે તમને આ વિશે જાણકારી આપીશું. ચાલો તમને પાંચ એવી ગેમ્સ વિશે જણાવીએ જે PUBGને પણ ટક્કર આપે છે.

Fortnite

ગેમપ્લેના મામલે Fortnite ગેમ PUBG મોબાઇલ જેવી જ લાગશે. જો કે તે ઘણી અલગ પણ છે. ગેમની પાછળનો બેસ સ્ટ્રક્ચર PUBG મોબાઇલ જેવો જ છે. આ ગેમમાં પણ 100 ખેલાડી ફાઇટ કરવા માટે યુદ્ધના મેદાનમાં કૂદે છે અને જે લાસ્ટ પ્લેયર બચે છે તે વિનર કહેવાય છે. આ ઉપરાંત પ્લેયરને ગેમ માટે સ્ટ્રેટેજી પણ તૈયાર કરવાની હોય છે.

Call Of Duty: Mobile

જણાવી દઇએ કે આ ગેમ 10 વર્ષ જૂની છે. PUBG મોબાઇલ અને Fortniteની જેમ આ ગેમમાં પણ 100 ખેલાડી બંદૂકો સાથે મેદાનમાં ઉતરે છે. આ ગેમમાં ગ્રાફિક્સ ખૂબ જ સુપિરિયર અથવા તો ઉમદા કહી શકાય તેવુ છે. કુલ મળીને, કૉલ ઑફ ડ્યુટી: મોબાઇલ પોતાના હરિફોની તુલનામાં ખૂબ જ રિફાઇંડ અને ફાઇન-ટ્યુન્ડ ગેમ છે.

Knives Out

આ એક લાઇવ એક્શન ગેમ છે. 100 ખેલાડી જેવા મેદાનમાં ઉતરે છે અને તરત જ લડવાનું શરૂ કરી દે છે. ગેમપ્લે PUBG મોબાઇલ સમાન છે. પરંતુ ગેમ શરૂ થવાની ગણતરીની મિનિટોમાં ગેમ ઝડપથી ભાગવા લાગે છે અને ઘણીવાર તો તેને ટ્રેક કરવી મુશ્કેલ થઇ જાય છે. તેની પાછળનું કારણ નાનો નક્શો અને હાઇ બૉડી કાઉન્ટ હોઇ શકે છે.

Garena Free Fire

ગરેના ફાયર ગેમ PUBG મોબાઇલથી ઘણી મેળ ખાય છે. પરંતુ ગેમપ્લેમાં ફ્રેશનેસ લાવે છે. ખેલમાં આવનારી નાની-નાની મુશ્કેલીઓના કારણે ગેમ રમવામાં મજા આવે છે. PUBG મોબાઇલ જેવી ગેમની તુલનામાં ફ્રી ફાયર રમવી ખૂબ જ સરળ છે.

Battlelands Royale

 અન્ય બેટલ રોયલ ગેમ્સની તુલના કરીએ તો આ ગેમ સાઇઝથી લઇને બેટલફીલ્ડ સુધી સાઇઝમાં નાની છે. આ ગેમમાં 100 નહી ફક્ત 32 ખેલાડી જ મેદાન પર ઉતરે છે અને તે પણ ફક્ત 3થી 5 મિનિટ માટે. ગેમ સાથે કેટલીક લેંટેંસી સમસ્યા છે અને ક્યારેક આ ગેમ પબજી મોબાઇલના મુકાબલે ઘણી આક્રામક લાગે છે.

Read Also

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!