પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આજે પણ ભાવવધારો યથાવત જોવા મળી રહ્યો છે.પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર 14-14 પૈસાનો વધારો નોંધાયો છે.દિલ્હીમાં પેટ્રોલની કિંમત ફરી એક વખત લીટરે 80 રૂપિયાને પાર થઈ છે.તો દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે રૂપિયા 88.26ના ભાવે પેટ્રોલ વેચાઈ રહ્યુ છે.તો ડીઝલમાં 77 રૂપિયા 47 પૈસા પ્રતિલીટરના ભાવે વેચાઈ રહ્યું છે.પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને સોમવારે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યુ જેને મિશ્ર પ્રતિસાદ પણ મળ્યો.પરંતુ બીજા જ દિવસે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ 14-14 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે.
આજે પણ પેટ્રોલ ડિઝલના ભાવમાં રોકેટ ગતિનો વધારો જોવા મળી રહ્યો છે.જેમાં રાજ્યમાં ફરી ભાવનગરમાં સૌથી વધુ મોંઘું પેટ્રોલ વેચાઈ રહ્યું છે.આજે ભાવનગરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 81 રૂપિયા 20 પૈસા મળી રહ્યુ છે.તો ડીઝલના ભાવ પ્રતિલીટર રૂપિયા 79.49 છે. આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 80 રૂપિયા 08 પૈસા છે.જ્યારે ડિઝલનો ભાવ પ્રતિલીટરે 78.39 છે.વડોદરાનો ભાવ પ્રતિ લીટર 79.73 છે.તો ડીઝલનો ભાવ પ્રતિલીટર 78.02 છે.સુરતમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટર 80 રૂપિયા છે.તો ડીઝલના ભાવ 78.31 રૂપિયા છે.