GSTV
Home » News » શું આ બેઠક પર કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી? કોણ રહ્યું કોંગ્રસનું વિભીષણ

શું આ બેઠક પર કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી? કોણ રહ્યું કોંગ્રસનું વિભીષણ

ગાંધીનગર લોકસભા બેઠક ભાજપનો ગઢ રહી છે. અને આ બેઠક પર મોટાભાગે ભાજપના રાષ્ટ્રીય નેતા ચૂંટણી મેદાનમાં ઉતરે છે. આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી મેદાનમાં હતા. તેઓ પાંચ લાખથી વધુ મતોથી જીત્યા છે. અમિત શાહ ચૂંટણી મેદાનમાં હોવાથી કોંગ્રેસીઓ સરેન્ડર થઈ ગયા જેવી સ્થિતિ બની હતી. ભાજપનો ગઢ હોવાની માનસિકતા કોંગ્રેસનાં નેતાઓમાં ધુસી ગઈ હતી. અમિત શાહને ટક્કર આપી શકે તેવો કઈ સક્ષમ નેતા કોંગ્રસ પાસે ન હતો. તો અલ્પેશ ઠાકોરની મદદથી ઠાકોર મતદારો ભાજપની સાથે રહ્યા હતા.

મહેસાણામાં કોંગ્રેસે એ.જે.પટેલને ટિકિટ આપતાં પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા પાટીદારો સામે પડ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ એ.જે.પટેલે હરાવવામાં સક્રિય રહ્યા હતા. મહેસાણામાં ભાજપના આંતરિક વિખવાદનો ફાયદો ઉઠાવવામાં પણ કોંગ્રેસ નિષ્ફળ રહી હતી. તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે કોંગ્રેસના નેતાઓની બંધબારણે મીલીભગત પણ હાર માટે મોટું કારણ જવાબદાર રહ્યું છે.

બનાસકાંઠા બેઠક પર ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ ન મળતા કોંગ્રેસના ઠાકોર નેતાઓ સામે પડ્યા હતા. અલ્પેશ ઠાકોર ગ્રુપ અંદરખાને કોંગ્રેસને હરાવવા સક્રિય રહ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં ચૌધરી અને ઠાકોર સમાજના નેતાઓને સાચવામાં કોગ્રેસ નિષ્ફળ રહી હતી. ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ઠાકોર સેનાએ કોંગ્રેસને હરાવવામાં સક્રિય ભાગ ભજવ્યો હતો. મોટા નેતાઓના બે ગ્રુપ ટિકિટ પહેલાથી જ આમને સામને આવી ગયા હતાં.

Alpesh Thakor Congress

બહુ ચર્ચાસ્પદ રહેલી પાટણ બેઠકમાં ઠાકોર મતદારો કોંગ્રેસના નેતાઓથી દુર થયા હતા. અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાએ પોતાનો ઉમેદવાર ઉભો કર્યો હતો. ઠાકોર સેનાનો દ્રોહ કોંગ્રેસની હાર માટે મુખ્ય જવાબદાર ગણવામાં આવે છે. હાર્દિક એન્ટ્રી થતા ઠાકોરોમાં ખોટો સંદેશ ફેલાવાનો લાભ ભાજપે લીધો હતો.

READ ALSO

Related posts

આ અભિનેત્રીએ કોના માટે કહ્યું કે, મામૂલી અભિનય કરે છે અને ખુશ થઈ જાય છે લોકો

Path Shah

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

પીએમ મોદીને પૂછી રહી છે આ અભિનેત્રી, ટિવટર પર કેમ ફોલો નથી કરી રહ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!