GSTV
Home » News » કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળ અલ્પેશ ઠાકોરે કરી સોગઠાબાજી, જાણો શું છે ગણિત

કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળ અલ્પેશ ઠાકોરે કરી સોગઠાબાજી, જાણો શું છે ગણિત

Alpesh Thakor quits Congress

રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અલ્પેશે ઠાકોરે જાહેરમાં કહ્યું છે કે કોંગ્રેસે અમારી સેના અને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરી સાથે મળી ગેમપ્લાન બનાવ્યો છે. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ઠાકોર-ઓબીસી મતોમાં ભાગલા પાડવા ગોઠવણ થઈ છે.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે પ્રધાન પરબત પટેલને ટિકિટ આપી એટલે શંકર ચૌધરીએ ગાંધીનગર જવાનો માર્ગ મોકળો બને તેવી ગોઠવણ કરી છે. શંકર ચૌધરીએ નારાજ અલ્પેશ ઠાકોર સાથે રાજકીય સોદાબાજી કરી અને બનાસકાંઠા ઉપરાંત પાટણ અને સાબરકાંઠામાં ઠાકોર અને ઓબીસી મતોમાં ભાગલા પાડી કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનો રાજકીય પ્લાન ઘડ્યો. પરંતુ અલ્પેશ માટે હવે બાવાના બેય બગડ્યા જેવી દશા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ હવે જો તે ભાજપમાં જોડાય તો કોઈ રાજકીય ફાયદો થાય તેમ નથી. આવી દશામાં અલ્પેશનું રાજકારણ બનાસકાંઠા પુરતુ જ સિમિત થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

પરિણામે અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના નામે શંકર ચૌધરી સાથે હાથ મિલાવ્યા છે.. ત્રણ બેઠકો પર ઠાકોર – ઓબીસી મતદારોને ભાજપ પ્રત્યે આકર્ષિત કરીને કોંગ્રેસને નુકસાન પહોંચાડવા અલ્પેશે અંદરખાને સોપારી લીધી છે. અલ્પેશ ઠાકોર હવે ભાજપની બી ટીમ બનશે. તે ભાજપના મિશન-26નો ભાગ બનશે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહિ છે. અલ્પેશે ઠાકોરોના પ્રભુત્વવાળી બધી બેઠકો પર ઠાકોર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે. જે કોંગ્રેસના વોટ તોડશે.

READ ALSO 

Related posts

ધોરણ 10ના બોર્ડ પરિણામ પર સુરતે મારી બાઝી, 100 ટકાથી લઈ એ-વન ગ્રેડ સુધી આ પ્રમાણે છે રિઝલ્ટ

Arohi

Exit Poll પર ધ્યાન ન આપે કાર્યકરો, સ્ટ્રોંગ રૂમ પર સતર્ક રહેજો

Arohi

આજે રાજીવ ગાંધીની પૂણ્યતિથી, પ્રાર્થનાસભામાં હાજર રહ્યા કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાઓ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!