GSTV
Home » News » સટ્ટા બજારમાં અલ્પેશ ઠાકોરનું નામ હોટ ફેવરિટ, બોલાઈ રહ્યો છે આટલો ભાવ

સટ્ટા બજારમાં અલ્પેશ ઠાકોરનું નામ હોટ ફેવરિટ, બોલાઈ રહ્યો છે આટલો ભાવ

રાધનપુર વિધાનસભા બેટકની પેટાચૂંટણીમાં ભાજપાન ઉમેદવાર અલ્પેશ ઠાકોરનું નામ સટ્ટા બજારમાં હોટ ફેવરિટ છે. અલ્પેશ ઠાકોરનો ભાવ 80 પૈસા બોલાઈ રહ્યો છે. જ્યારે તેમની સામે રહેલા કોંગી ઉમેદવારનો ભાવ એક રૂપિયા 10 પૈસા છે. બુકીઓ માની રહ્યા છે કે અલ્પેશ ઠાકોરની જીત થશે.

સૌની નજર પરિણામ પર

છ વિધાનસભાની પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠકના પરિણામ પર મંડાયેલી છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર થઇ. તો બીજી તરફ બાયડ બેઠક પર ભાજપના ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો.ઉત્તર ગુજરાતની હાઇપ્રોફાઇલ ગણાતી રાધનપુર બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇ સહિત તમામ 10 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થયા છે.

જંગી લીડથી જીતવાનો અલ્પેશનો વિશ્વાસ

રાધનપુર બેઠક પર દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે મતદાન કેન્દ્ર પર પહોંચીને મતદાનની કાર્યવાહીની સમિક્ષા કરી હતી. આ સાથે અલ્પેશે જંગી લીડથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. રાધનપુરમાં મહિલા મતદારો માટે મહિલાઓ દ્વારા સંચાલિત સખી બૂથ ઉભુ કરાયું હતુ. જેમાં માત્ર મહિલાઓ કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. ઉપરાંત દિવ્યાંગ મતદાતાઓ પણ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમણે મતદાન દરેક નાગરીની ફરજ હોવાનો સંદેશ પણ આપ્યો.

ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુ પટેલ વચ્ચે ચૂંટણી જંગ

રાધનપુર ઉપરાંત બાયડ બેઠક પણ ચર્ચામાં રહી. અહીં અલ્પેશ ઠાકોરની નિકટ ગણાતા ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુ પટેલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો. ભાજપના ધવલસિંહ ઝાલાએ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર જશુ પટેલે માલપુરના હેલોદર ખાતેથી મતદાન કર્યા બાદ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. બાયડ બેઠકની પેટાચૂંટણીમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. અહીં 81 જેટલા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોનું વેબ કાસ્ટિંગથી મોનિટરીંગ કરવામાં આવ્યું હતું.

Read Also

Related posts

મૃતકના પરિવારનો ગંભીર આરોપ, MGVCLની નિષ્ક્રિયતાએ લીધો ઘરના મોભીનો જીવ

Nilesh Jethva

આ ગામડાઓમાં આવેલી લોકજાગૃતી બદલી શકે છે રાજકીય સમીકરણો

Nilesh Jethva

મહિલા સુરક્ષાની વાતો માત્ર કાગળ પર, ‘મહિલા વિકાસગૃહ’ ને અપાતી ગ્રાન્ટ કરી બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!