અલ્પેશ ઠાકોરે પેપર લીક વિરૂદ્ધ યાત્રા કાઢી આપ્યું આ મોટું અલ્ટિમેટમ

કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે પેપર લીકના વિરોધમાં વિશાળ ન્યાય યાત્રા કાઢી હતી. અમદાવાદના ગાંધી આશ્રમથી લઈને ગાંધીનગર કલેક્ટક કચેરી સુધી ન્યાય યાત્રા યોજાઈ હતી. જેમાં ક્ષત્રીય ઠાકોર સેના અનેક આગેવાનો જોડાયા. અલ્પેશે ગાંધીનગરના કલેક્ટરને આવેદન આપી માંગ કરી છે કે ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં સીટની રચના કરી તપાસ કરાવવામાં આવે.

15 દિવસમાં તપાસ પૂર્ણ કરી આરોપીઓ સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે. અલ્પેશ ઠાકોરે પેપર લીક મામલે સરકાર પર નિશાન સાધતા જણાવ્યુ હતુ કે, આ પહેલા પણ લેવામાં આવેલી પરીક્ષામાં પેપર ફુટ્યા છે. પણ હવેની પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે. છઠ્ઠીએ લેવાનારી પરીક્ષાનું પરિણામ 15 જાન્યુઆરી સુધીમાં જાહેર કરવામાં આવે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter