GSTV

પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ અલ્પેશ ઠાકોરે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

પેટાચૂંટણી હાર્યા પછી અલ્પેશ ઠાકોર રાધનપુરના મતદારોનો આભાર વ્યક્ત કરવા સમેલન યોજશે. અલ્પેશ ઠાકોર પહેલી નવેમ્બરે સાંતલપુર અને રાધનપુર જયારે બીજી નવેમ્બરે સમી ખાતે અલ્પેશ ઠાકોર જાહેર જનતાનો આભાર માનશે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાધનપુર બેઠક પર હારનો સામનો કર્યા બાદ હવે ભાજપના ઉમેદવાર અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભા બેઠકની જાહેર જનતાનો આભાર માનશે અને એ માટે જાહેર સંમેલનની જાહેરાત કરી છે.

અલ્પેશ ઠાકોર પહેલી નવેમ્બરે સાંતલપુર અને રાધનપુર જયારે બીજી નવેમ્બરે સમી ખાતે અલ્પેશ ઠાકોર જાહેર જનતાનો આભાર માનશે. અલ્પેશ ઠાકોરને મળેલા 73 હજાર 513 મતનો આભાર માનવા અલ્પેશ રાધનપુર વિધાનસભા બેઠક ના ત્રણ તાલુકાઓમાં આભાર દર્શન સંમેલન કરવા જઈ રહ્યા છે.જેનું પ્રથમ સંમેલન એ એક નવેમ્બરના રોજ જાજણસર, બીજું સંમેલન એ રાધનપુર અને ત્રીજું સંમેલન બે નવેમ્બરના રોજ વરાણા ખાતે થવા જઈ રહ્યું છે.

સંમેલન સાથે જ અલ્પેશ ઠાકોર પોતાના પતા ખોલશે.જે સામાજિક સંગઠન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને ફરીથી સમગ્ર રાજ્યમાં સક્રિય કરશે અને આ સંમેલન અંતર્ગત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદેદારો અને કાર્યકરો સાથે મુલાકાત કરી આગામી દિવસોનો રોડ મેપ તૈયાર કરશે.

READ ALSO

Related posts

VIDEO : સ્વામી નિત્યાનંદના આશ્રમે પહોંચ્યા કરણીસેનાના કાર્યકરો, આપી આ ચિમકી

Nilesh Jethva

અમદાવાદમાં આ જગ્યાએ આવેલી છે 150 વર્ષ જૂની ઐતિહાસિક ઘડિયાળ

Nilesh Jethva

આ કોમ્પીટીશનમાં ભાગ લેવા 38 રાજ્યની ટીમો આવી ભાવનગર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!