અલ્પેશ ઠાકોર ગુજરાતનો પહેલો નેતા હશે જે સોશિયલ સાઈડ OLX પર વેચાઈ…..

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે ઓએલએક્સ પર તેનો ફોટો શેર થયો છે. એક યુઝરે અલ્પેશ ઠાકોરને વેચવાના છે તેવો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધી સાથેનો એક ફોટો શેર કર્યો છે. અને તેમાં વિવરણ કરાયું છે કે અલ્પેશજી ઠાકોર, રાધનપુર ધારાસભ્ય.. તકવાદી નેતા વેચવાનો છે. માલની કોઈ ગેરંટી નહીં. જ્યાં સત્તા મળે ત્યાં ઝુકી શકે. આવી ટિપ્પણી સાથે અલ્પેશ ઠાકોરને વેચવાના છે તેવી ટીખળ કરી છે. મહત્વનું છે કે ઓએલએક્સ એ પ્લેટફોર્મ છે જ્યાં લોકો ઘરવખરી સહીતની ચીજવસ્તુઓના ફોટા મૂકીને જે-તે વસ્તુની લે-વેચ કરતા હોય છે.

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભલે પક્ષ પલટો કરે તેવા એંધાણ છે. તે આવતીકાલે બપોરે 2 વાગ્યે પત્રકાર પરિષદ કરીને કોઈ મોટી જાહેરાત કરશે. અલ્પેશે ક્ષત્રિય ઠાકોર સેનાની તાત્કાલીક બંધ બારણે બેઠક બોલાવી હતી. જોકે તેણે મીડિયા સમક્ષ ગોળગોળ જવાબ આપીને કોઈ સ્પષ્ટતા ન કરી. તેણે એટલું કહ્યું કે તે ઈચ્છશે તે થશે. કોંગી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અમદાવાદમાં અલ્પેશના ઘરે પહોંચ્યા હતા. તો સમગ્ર રાજનીતિ વચ્ચે સોશિયલ મીડિયામાં એક મેસેજે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો ફોટો અને તેના વિશે OLX પર વેચાઈ રહ્યા છે. આવા મેસેજ ફરતા થયા છે. OLX જૂની વસ્તુઓ વેચવાનું એક સ્ટેન્ડ છે. તો પોતાના નેતા પ્રત્યે નારાજ લોકો અથવા યુવાનો આવી હરકતો કરી બેસતા હોય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter